January 16, 2025

ટ્રેનમાં લાંબા અંતરની જર્ની કરવાની હોય તો આ ફૂડ રાખશે કાયમ ફીટ

5 Instant Food For Train Journey: લાંબા અંતરની મુસાફરી કરવાની હોય ત્યારે ઘણા લોકો ટ્રેનને પ્રથમ પસંદગી આપતા હોય છે. આ પાછળનું એક કારણ એ છે કે, આરામદાયક સફર રહે છે. આ ઉપરાંત થોડા થોડા સમયે ટ્રેનમાં થોડું હલનચલન કરવા માટે પણ સમય મળી રહે છે. સામાન્ય રીતે ગુજરાતીઓ જ્યાં પણ ફરવા જાય ત્યારે એમનો નાસ્તાનો થેલો અલગ હોય છે. એમાં પણ થેપલા તો ફિક્સ હોય છે. નાસ્તાથી ઘણી વખત પેટ ભરાતું નથી અને પેટ બગડે પણ છે. લોંગ ટુર જો ટ્રેનમાં કરવાની હોય તો કેટલાક ફૂડ એવા છે જે સાથે રાખવાથી પેટ પણ ભરાશે અને સફર પણ યાદગાર રહી જશે.

સેન્ડવીચ
બનાવવામાં પણ આસાન અને લઈ જવામાં પણ આસાન. 24 કલાકમાં ક્યાંક પહોંચી જવાની ગણતરી હોય તો સેન્ડવીચ સાથે રાખવી ફાયદાકારક નીવડે છે. બ્રાઉનબ્રેડ અને મલ્ટિગ્રેઈન બ્રેડની સેન્ડવીચ લાંબા સમય સુધી બગડતી નથી. આ સેન્ડવીચમાં વેજ કે બટાટાનો માવો પ્લેસ કરવાના બદલે બ્રેડને રોસ્ટ કરી સાચવી શકાય છે.

આ પણ વાંચો: દૂધમાં કેળા ભેળવીને ખાવાથી ફાયદો થાય છે કે નુકસાન?

પરાઠા
ગરમાગરમ પરોઠા ઘરે બનાવી શકાય છે. પેકિંગ કરતી વખતે એટલું ધ્યાન રાખવું જોઈએ કે, ગરમ પરોઠા પેક ન થાય. આનાથી બોક્સમાં ઓઝ જામી જાય છે અને પરોઠા બગડી જાય છે. રેલવે સ્ટેશન પર દહીં અને ચા સરળતાથી મળી જાય છે. પરોઠા સાથે આ કોમ્બિનેશન દરેકને પ્રિય હોય છે. પરાઠા થોડા કડક કરવા જોઈએ. આ પાછળનું કારણ એ છે કે, એને સરળતાથી સાચવી શકાય છે. પેટ પણ ભરાય જાય છે અને રેલવે પ્રવાસ દરમિયાન ખાવાની પણ મજા આવે છે.

તળેલી રોટલી
એક દિવસની સુકી રોટલીને ફેંકી દેવાના બદલે આખી તળી દેવામાં આવે સાંજનું સ્નેક બની જાય છે. રેલવે પ્રવાસ દરમિયાન આવી તળેલી રોટલી મસ્ત કામ આવે છે. એને પણ દહીંના મિશ્રણ સાથે ખાઈ શકાય છે. જેનાથી પેટ પણ ભરાય છે. ખાવામાં પણ કરકરી લાગે છે. તળેલી રોટલીને કાગળ વીંટાળીને રાખવાથી તેલ નીતરી જાય છે અને રોટી થોડી કોરી થઈ જાય છે. આ તળેલી રોટલી સાથે સેવ પણ મિક્સ કરીને ખાઈ શકાય છે. આ કોમ્બિનેશન થોડું રેર છે. પણ ખાવાની મજા આવે છે.

આ પણ વાંચો: તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી

ડાયેટ કરનારા માટે
જે લોકો ચુસ્તપણ ડાયેટ કરે છે એવા લોકો માટે ફિટ રહેવું પ્રાયોરિટી હોય છે. લાંબા રૂટની જર્ની શરૂ થાય એ પહેલા ગરમ પાણીની બોટલ સાથે રાખી શકાય છે. ગરમ પાણીથી ભૂખ ઓછી લાગે છે. રૂટ વખતે પણ જો ભૂખ લાગે તો ડ્રાય પનીરને ડાયરેક્ટ ખાય શકાય છે. આ ટેસ્ટહિન હોય છે પણ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ગ્રીન ટી પણ સાથે હોય તો ગરમ પાણીમાં એને બનાવી શકાય છે. આ ઉપરાંત ડાર્ક ચોકલેટ અને ફ્લેવર્ડ પિપરમેન્ટ પણ ભૂખ ટાળવા માટે મોટું કામ કરે છે. જર્ની દરમિયાન ફિટ રહેવા માટે ભરપેટ જમવાના બદલે પેટમાં વજન લાગે એવું જ જમવું જોઈએ. જેથી સફરનો આનંદ પણ માણી શકાય અને ફીટ પણ રહી શકાય છે.