બોલો! મોબાઈલ યુઝર્સનો મહિને 963 મિનિટનો TALKTIME

TRAI New Report: ટ્રાઈએ હાલમાં જ ટેલિકોમ યુઝર્સનો નવો ડેટા જાહેર કર્યો છે. જેમાં વિગતો જે સામે આવી છે તે ચોંકાવનારી છે. મોબાઈલ પર વોઈસ કોલ પર વિતાવતા સમયમાં દોઢ ગણો વધારો થયો છે. યુઝર્સ હવે દર મહિને કૉલ પર 963 મિનિટ વપરાશ કરી રહ્યા છે. જે વર્ષ 2014ની સરેરાશ 638 મિનિટ કરતાં ઘણો વધારે છે.
વૉઇસ કૉલ પર કલાકો
વોઈસ કોલની વાત કરીએ તો અમર્યાદિત ફ્રી વોઈસ કોલિંગના લાભને કારણે તેમાં દોઢ ગણો વધારો ડેટામાં જાહેર કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2018 સુધીમાં, મોબાઇલ વપરાશકર્તાઓએ દર મહિને સરેરાશ 638 મિનિટ વૉઇસ કૉલ્સ પર રહેતા હતા. જે છેલ્લા 6 વર્ષમાં વધીને 963 મિનિટ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, વૉઇસ કૉલિંગ પર વિતાવેલા સમયનો દર વાર્ષિક 6.1 ટકાના દરે વધ્યો છે. જોકે દરકે કંપનીના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: તહેવાર પર મોબાઇલ લેવાનો વિચાર હોય તો Oppoનો ફોન 15 હજારમાં જલસો કરાવી દેશે
ડેટા વપરાશમાં અનેકગણો વધારો
Airtel, Jio, Vi, BSNLની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં પણ છેલ્લાં 8 વર્ષમાં ભારે વધારો જોવા મળ્યો છે. 2016માં ટેલિકોમ કંપનીઓની ARPU માત્ર 59 રૂપિયા હતી, જે હવે વધીને 211 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ડેટા વપરાશમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે. 2014માં સરેરાશ ડેટા વપરાશ 0.3GB હતો, જે હવે 19.3GB પર પહોંચી ગયો છે.