January 10, 2025

જ્યારે તમે કૉલ કરશો ત્યારે 10થી વધુ નંબરો દેખાશે!

National Numbering Plan: જ્યારે તમે કૉલ કરશો ત્યારે તમને અત્યાર સુધી 10 નંબર દેખાતા હતા. હવે તમને કદાચ આ નંબરો વધારે દેખાશે. તેનું કારણ એ છે કે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નંબરોની સંખ્યા વધારીને 11થી13 કરી દેવામાં આવશે.

મોટા નિર્ણયો લઈ રહી છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સમયે સમયે મોટા નિર્ણય લઈ રહી છે. જેમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 5G નેટવર્ક આવ્યા બાદ મોબાઈલ નંબરિંગમાં સતત સમસ્યાઓ સામે આવી રહી છે. આજ કારણ છે કે આ નંબરના કોડને વધારી દેવામાં આવશે. વર્ષ 2003માં પણ આવો જ નિર્ણય કરવામાં આવ્યો હતો. અહિંયા એ વાત પણ ના ભૂલવી જોઈએ કે ગ્રાહકોની વધતી સંખ્યાને કારણે મોબાઈલ કંપનીઓ માટે એક નવો પડકાર ઉભો થયો છે.

આ પણ વાંચો: AI અવતાર તમારી જગ્યાએ હવે મીટિંગમાં જોડાશે

યુઝર્સની સંખ્યામાં વધારો
એક સમય હતો કે જે સમયે બહુ ઓછા લોકો પાસે ફોન હતો. જેના કારણે નંબર લેવા માટે સરળતા રહેતી હતી. હવે સમય એવો થઈ ગયો કે આજે નાનાથી લઈને મોટા સુધી તમામ પાસે ફોન છે. પરંતુ સામે એક મોટો પડકાર ઉભો થયો છે. આ માટે અલગ નંબરિંગનો વિચાર કરવામાં આવ્યો છે. 2003માં દેશભરમાં 750 મિલિયન ટેલિફોન કનેક્શન માટે નંબરિંગ સંસાધનો એડ કરવામાં આવ્યા હતા. જે 21 વર્ષ પછી નંબરિંગ રિસોર્સ જોખમમાં આવી ગયું છે. ટ્રાઈએ આ અંગે પોતાની વેબસાઈટ પણ અપડેટ કરી છે અને આ અંગે દરેક પાસેથી સલાહ પણ માંગવામાં આવી છે.