“નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો”: સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યથાવત

અમદાવાદ: સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યથાવત રહેશે. ગુજરાત ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી માહિતી આપતા જણાવ્યું કે, “નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો”.
11 એપ્રિલ, 2025ના રોજ ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ કરલે કાર્યવાહીની વિગત
- હેલ્મેટ ડ્રાઈવમાં અન્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ 187 કેસ કરવામાં આવ્યા.
- હેલ્મેટ ડ્રાઈવમાં અન્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ રૂ. 93,500નો દંડ વસૂલાયો.
- હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસકર્મીઓ વિરૂદ્ધ 25 કેસ નોંધાયા.
- હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસકર્મીઓ વિરૂદ્ધ પાસેથી રૂ. 13000નો દંડ વસૂલાયો.
1થી 11 એપ્રિલ, 2025 સુધી હેલમેટ ડ્રાઈવની વિગત
- હેલ્મેટ ડ્રાઈવમાં અન્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ 1958 કેસ કરવામાં આવ્યા.
- હેલ્મેટ ડ્રાઈવમાં અન્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ રૂ. 9,79,000 નો દંડ વસૂલાયો.
- હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસકર્મીઓ વિરૂદ્ધ 258 કેસ નોંધાયા.
- હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસકર્મીઓ વિરૂદ્ધ પાસેથી રૂ. 124000નો દંડ વસૂલાયો.