Toyota Innova Hycross ની કિંમતમાં થયો વધારો, ખરીદતા પહેલા વિચારજો
ટોયોટા કિર્લોસ્કાર કારે વર્ષની શરૂઆતમાં જ તેના તમામ મોડલમાં ભાવ વધારાની જાહેરાત કરી છે. ટોયોટાની તમામ કારની કિંમતોમાં 42,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારામાં ક્રૂઝર હાઈરાડર, ઈનોવા ક્રિસ્ટા અને ઈનોવા હાઈક્રોસનો સમાવેશ થાય છે.
ટોયોટા ઈનોવા હાઈક્રોસની કિંમતમાં વધારો
ઈનોવાની હાઈક્રોસ ખરીદવાનો વિચાર કરતા હો તો તમને આ ભાવ વધારાની અસર થઈ શકે છે. ઈનોવા બ્રાંડ ભારતમાં લગ્ઝરી અને પ્રીમિયમ સેગમેન્ટથી જોડાયેલી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કદાચ ખરીદારોને 50 હજાર રૂપિયા સુધી વધારે ચૂકવવા પડી શકે છે. ઈનોવા ભારતમાં ટૈક્સી ઓપરેટરોની વચ્ચે ખુબ જ પોપ્યુલર પ્રોડક્ટ છે. એ સમાન્ય રીતે બેઝ જી ટ્રિમ અને જીએક્સ ટ્રિમમાં ઉપલ્બધ છે. ટોયોટાના જણાવ્યા મુજબ જીએક્સમાં ન્યૂનતમ વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Hyundai Exter કે Tata Punch કઈ તમારા માટે યોગ્ય?
GX વેરિએન્ટની કિંમતમાં વધારો
બેઝ GX ટ્રિમની કિંમતમાં કંપનીએ 10,000 સુધીનો વધારો કર્યો છે. થોડા સમય પહેલા ટોયોટા ઈનોવા હાઈક્રોસને GX ટ્રિમ પર બેસ્ડ લિમિટેડ એડિશન લોન્ચ કર્યું હતું. જે બાદ કંપનીએ તેને બંધ કરી દીધુ હતું. હવે માત્ર GX, VX, VX(O), ZX અને ZX(o) ટ્રિમ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં 7 સીટર અને 8 સીટર બંને વેરિઅન્ટ જોવા મળે છે. ટોયોટા ઈનોવા હાઈક્રોસની એક્સ શોરૂમ કિંમત હવે 19.77 લાખથી શરૂ થાય છે.
હાઈબ્રિડ વેરિએન્ટની કિંમત
ટોયાટાની સૌથી મજબૂત કાર હાઈબ્રિડ વેરિએન્ટમાં છે. જે પેટ્રોલ અને ડીઝલ એમ બંને પાવરટ્રેનથી લૈઝ છે. જેની કિંમતમાં 42,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. VXની કિંમત 25.72 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 8 સીટર વેરિએન્ટમાં ટોપ-સ્પેક ZX(o) ટ્રિમની કિંમત 30.68 લાખ રૂપિયા થઈ ગઈ છે.