December 23, 2024

દિલ્હીમાં ક્યારથી પડશે ઠંડી? આ રાજ્યમાં મૂશળધાર વરસાદનું એલર્ટ

Weather Update Today: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોડી રાતે અને સવારે ઠંડીનો અહેસાસ વાતાવરણમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સવારે અને સાંજે ઠંડી થોડી થોડી પડી રહી છે. ત્યારે આવો જાણીએ કે આજના દિવસે કેવું રહેશે દેશના દરેક રાજ્યનું વાતાવરણ.

શિયાળા અંગે ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હિમવર્ષા બાદ દિલ્હીનું તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહથી દિલ્હીમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. 15 દિવસ પછી ઠંડીમાં વધારો થશે. ગયા વર્ષ કરતા આ વખતે વધારે ઠંડી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજના દિવસે વાવાઝોડું દાનાને કારણે, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, કેંદુઝાર, જાજપુર, કટકમાં પણ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: ‘દાના’ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

અહીં હળવો વરસાદ પડશે
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, કેરળ અને માહે અને લક્ષદ્વીપમાં 2 દિવસ સુધી વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ છે. ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે ઉત્તર- પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે.