December 23, 2024

આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Weather India: નવલા નોરતા ચાલી રહ્યા છે. દેશના ઘણા વિસ્તારમાં વરસાદ તો ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાન, મુંબઈ અને ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે હવામાન વિભાગે આવનારા દિવસોને લઈને શું કરી છે આગાહી.

આ રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે , આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે પવનની સાથે વરસાદ પડશે. ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુની આસપાસના વિસ્તારમાં સારા વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સાથે ભારે પવન ફુંકાઈ શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી, સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો

ચોમાસું આ રાજ્યોમાંથી લેશે વિદાય
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. મુંબઈ તરફ દિલ્હી તરફ ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. આગામી સપ્તાહે તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે આજે સાંજે હળવા વરસાદની શક્યતા છે.