December 19, 2024

આજે સાંજે RR અને KKR વચ્ચે મહામુકાબલો

IPL 2024: આજ સાંજે RR અને KKR વચ્ચે મેચનું આયોજન છે. આ મેદાન પર ત્રણ આઈપીએલ મેચ રમાઈ છે. જોકે KKR ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બીજી બાજૂ રાજસ્થાનની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. આજની મેચ જો રાજસ્થાનની ટીમ જીતે છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં પણ પહોંચી શકે છે. મહત્વની વાત એ છે કે IPL 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું.

બેટ્સમેનોને મદદ મળી શકે છે
મેદાનના પિચ રિપોર્ટની વાત કરવામાં આવે તો આ મેદાન બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન છે. અહિંયાના મેદાનમાં ઘણા બધા રન બને છે. આઈપીએલ 2024માં આ મેદાનમાં ખાલી 1 જ મેચ રમાઈ છે. તે સમયે રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જોવાનું રહ્યું આજની મેચમાં કોની હાર થશે અને કોની જીત. આ મેદાન પર ભારતીય ટીમે સૌથી વધુ 237 રન બનાવ્યા હતા. આ મેદાનમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે હતો.

આ પણ વાંચો: આજે SRH અને PBKS વચ્ચે મહામુકાબલો

IPL 2024 માટે બંને ટીમોની ટીમો:

કોલકાતા નાઈટ રાઈડર્સઃ હરેશ ચમીરા. રાણા, મુજીબ ઉર રહેમાન, ચેતન સાકરિયા, મિશેલ સ્ટાર્ક, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી, સાકિબ હુસૈન, અંગક્રિશ રઘુવંશી, ફિલિપ સોલ્ટ, શ્રેયસ અય્યર (કેપ્ટન), શ્રીકર ભરત, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, રમનદીપ સિંહ, નીતિશ રાણા, શેરફેન રધરફોર્ડ, રિંકુ સિંહ, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વૈભવ અરોરા, દુષ્મંથ ચમીરા

રાજસ્થાન રોયલ્સ: ધ્રુવ જુરેલ, ટોમ કોહલર-કેડમોર, રેયાન પરાગ, રોવમેન પોવેલ, ક્રુણાલ સિંહ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, ડોનોવન ફેરેરિયા, અવેશ ખાન, અવેશ ખાન , નંદ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણ, નવદીપ સૈની, સંદીપ શર્મા, કુલદીપ સેન, આબિદ મુશ્તાક, તનુષ કોટિયન, સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શુભમ દુબે, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ.