December 19, 2024

U19 World Cup: ટીમ ઈન્ડિયાની સાથે ફાઈનલ મેચ કોણ રમશે?

U19 World Cup Final: ભારતીય ટીમ અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પાકિસ્તાન અથવા ઓસ્ટ્રેલિયા સામે આજે મેચ રમી શકે છે. જોકે અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી તો જોરદાર જ રહ્યું છે.

ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત
ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે હવે ટુર્નામેન્ટની બીજી ફાઇનલિસ્ટ નક્કી કરવાનો સમય થઈ ગયો છે. અંડર 19 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે. આજે જે મેચ રમાશે તેમાં જેની જીત થશે તેની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો કરશે. તમને જણાવી દઈએ આ મેચ વિલોમૂર પાર્કમાં રમાવાની છે.

ઈન્ડિયાનો રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાણી છે. જેમાં સૌથી વધારે ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો છે. ભારતે 26માંથી 15 મેચ જીતી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મેચ રમાઈ છે. જ્યાં ભારતે 34માંથી 18 મેચ જીતી છે. બંને ટીમો લગભગ સમાન સ્થિતિમાં છે.પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો સાદ બેગ (કેપ્ટન), અલી અસફદ, અલી રઝા, અહેમદ હસન, અમીર હસન, અરફત મિન્હાસ, અઝાન ઔવેસ, હારૂન અરશદ, ખૂબબ ખલીલ, મોહમ્મદ ઝીશાન, નાવેદ અહેમદ ખાન, શાહઝેબ ખાન, શામિલ હુસૈન, મોહમ્મદ રિયાઝુલ્લાહ, ઉબેદ શાહ છે. ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરવામાં આવે તો હ્યુગ વિબજેન (કેપ્ટન), લચલાન એટકેન, ચાર્લી એન્ડરસન, હરકીરત બાજવા, મહાલી બીર્ડમેન, ટોમ કેમ્પબેલ, હેરી ડિક્સન, રેયાન હિક્સ, સેમ કોન્સ્ટાસ, રાફેલ મેકમિલન, એડન ઓ’કોનર, હરજસ સિંહ, ટોમ સ્ટ્રેકર, કેલમ વિડલર, ઓલી પીક ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર બન્યો

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આખરે તેને તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. તેણે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.

આ પણ વાંચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે