Adaniને જે વધારે રૂ. ચુકવાયા તે પ્રોવીઝનલ છે, એડજસ્ટમેન્ટ કરવામાં આવશે – કનુ દેસાઈ
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસે અદાણી પાવર અને વીજળીને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ અદાણીને લઈને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર ફક્ત મળતીયાઓને જ ફાયદો પહોંચાડે છે, જ્યારે સામાન્ય નાગરિકને તો સમસ્યાઓનો જ સામનો કરવો પડે છે.
24 કલાક વીજળીના કારણે વીજ વપરાશ વધ્યો
ઉર્જામંત્રી કનુ દેસાઇએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2002માં ગુજરાતમાં વીજળીની જરૂરીયાત 7743 મેગા વોટ હતી, જે સપ્ટેમ્બર 2023માં વધીને 24,544 થઇ એટલે રાજ્યની જરૂરીયાત આટલા વર્ષમાં ત્રણ ગણી વધી. ગુજરાતમાં શહેરીકરણ, ઉદ્યોગોનો વિકાસ, ગામડાંમાં 24 કલાક વીજળીના કારણે માથા દીઠ વીજળીનો વપરાશ પણ સતત વધ્યો છે. વર્ષ 2003માં માથા દીઠ વીજળીનો વપરાશ 953 યુનિટ હતો, જે વર્ષ 2013માં વધીને 1800 યુનિટ અને વર્ષ 2023માં વધી 2402 યુનિટ થયો. ભારતના સરેરાશ માથા દીઠ 1255 યુનિટ વીજળીના વપરાશની સરખામણીમાં ગુજરાતનો વપરાશ બમણો છે. વપરાશ વધવાના કારણે વિજ ખરીદી વધારે કરવી પડી છે. અગાઉ ખેડુતને વિજ કનેક્શન મેળવવમાં વિલંબ થતા હતા. જ્યારે આજે 3 થી 6 મહિનામાં ખેડુતોને વિજ કનેક્શન મળી જાય છે.કોલસાના ભાવમાં વધારાને લીધે પણ વીજ દરમાં વધારો થયો
વધુમાં કનુ દેસાઇએ જણાવ્યું કે, રાજ્યમાં સતત વિજ પુરવઠો મળતો હોવીથી નવા ઉદ્યોગોમાં રોકાણ થઈ રહ્યું છે. રાજ્યમાં વિજ પ્લાન્ટનો કોલોસો ઇન્ડોનેશિયાથી આવે છેે. જે તે સમયે કાયદામાં ફેરફારને કારણે કોલસો વર્ષ 2022માં 276 ડોલર થયો હતો, અગાઉ વર્ષ 2021માં કોલસો 121 ડોલરે મળતો હતો જ્યારે વર્ષ 2023માં 201 ડોલરનો ભાવ થયો સાથે જ પ્રતિ ડોલર સામે રૂ.ની કિંમત પણ વધી. ગુજરાત સરકારના અદાણી પાવર, ટાટા પાવર અને એસ્સાર પાવર સાથે પીપીએ(પાવર પરચેઝ એગ્રીમેન્ટ) કરેલા છે. વર્ષ 2018 સુધી પીપીએ પ્રમાણે સરકારે 30 ટકા વિજળી ખરીદી હતી. કોલસાની કિંમત અને યુનિટ ચાર્જ વધવાથી માત્ર 17 ટકા વીજળી ખરીદી હતી. વર્ષ 2022માં અદાણી પાસેથી માત્ર 5 ટકા અને વર્ષ 2013માં માત્ર 6 ટકા વિજળી ખરીદી હતી. રશિયા યુક્રેન યુધ્ધના કારણે ગેસ મોંઘો થતા ગેસ આધારિત વિજ મથકે ચલાવી શક્યા નહી. દેશના ઘણા રાજ્યોએ વિજ કાપ મુક્યો પણ આપણે ક્યાંય વિજ કાપ કર્યો નથી.
આ પણ વાંચો : Kutch : ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ
કોંગ્રેસની સરકારમાં નક્કી થયેલા ટેરિફ પ્રમાણે વીજ ખરીદી થાય છે
ઉર્જામંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે 15 હજાર મેગા વોટના સોલાર અને વિંડના એમઓયુ કર્યા છે. સોલાર અને વિંડના MOUથી આપણને 3 રૂપિયે યુનિટ વીજળી મળશે. કોંગ્રેસના તમામ મીત્રો વિજળીના સંચાલનને વખાણે છે. અમારી પાસે વિજકાપની કોઇ પણ ફરિયાદ ખેડૂત દ્વારા આવી નથી. ટેરીફ પ્રમાણે ખરીદી થાય છે આ ટેરીફ કોંગ્રેસની સરકારમાં નક્કી થયા હતા. વધુમાં તેમણે કહું કે, અગામી દિવસોમાં ખેડુતોને દિવસે પણ વીજળી મળશે. ઝીંરો કાર્બન ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરવાનું પણ સરકાર આયોજન કરી રહી છે. અદાણીને જે વધારે રૂ. ચુકવાયા છે તે પ્રોવીઝનલ છે અને તેનુ એડજસ્ટમેન્ટ પણ કરવામાં આવશે.