December 19, 2024

TMKOCની આ સુંદરી એક્ટિંગ છોડીને બની કરોડપતિ

TMKOC Actres: નાના પડદા પર તેમની અભિનય કર્યા પછી ઘણી અભિનેત્રી એક્ટિંગ છોડી દીધી છે. એક્ટિંગ છોડ્યા બાદ આ અભિનેત્રીઓના જાણે ભાગ્ય ખુલી ગયા હોય તેવું જોવા મળે છે. આજે અમે તેવી ભાગ્યશાળી અભિનેત્રીની વાત કરવાના છીએ. આ અભિનેત્રીએ TMKOCમાં પણ કામ કર્યું છે.

રાજાશાહી જીવન
અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે સિમ્પલ કૌલ છે. બાળકોને સૌથી વધારે પસંદ આવેલો શો એટલે ‘શરારત’ જેમાં તેણે કામ કરેલું છે. આ પછી તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની કથિત પહેલી પત્ની ‘ગુલાબો’ની ભૂમિકા ભજવી હતી. આ પછી તે લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહેવા છતાં તે કરોડપતિ બની ગઈ છે અને અત્યારે તે રાજાશાહી જીવન પસાર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Simple Kaul (@simplekaul)

સિમ્પલ કૌલની સફર કેવી રહી?
પ્રખ્યાત ટીવી અભિનેત્રી સિમ્પલ કૌલે એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘કુસુમ’થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. આ બાદ તે ‘શરારત’, ‘બખરવાડી’, ‘ઝિદ્દી દિલ માને ના’, ‘ખિચડી’, ‘ઓયે જસ્સી’ જેવા કુલ 26 શોમાં તેણે કામ કર્યું છે. પરંતુ આમ છતાં સિમ્પલ કૌલે નાના પડદાને ટાટા કરી દીધું હતું. પરંતુ તેમનો આ નિર્ણયથી તેમની જિંદગી બદલી નાખી હતી.

 

View this post on Instagram

 

A post shared by 1BHK Vashi (@1bhkvashi)

આ પણ વાંચો: સાત ભવ સાથે જીવવાનો વાયદો, ત્રણ વખત લગ્ન અને 4 વર્ષના સાંસારિક જીવનનો અંત

આટલી છે કમાણી
સિમ્પલ છેલ્લે વર્ષ 2022માં આવેલા શો ‘ઝિદ્દી દિલ માને ના’માં જોવા મળી હતી. પરંતુ તેને કામ મળી રહ્યું ના હતું જેના કારણે આખરે એક્ટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. મુંબઈમાં રેસ્ટોરન્ટનો બિઝનેસ ચલાવી રહી છે. અભિનેત્રીએ પોતાની જાતને અભિનયથી દૂર કરીને મિત્ર અદિતિ મલિક સાથે ઉદ્યોગસાહસિક તરીકે નવી કારકિર્દી બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં 1BHK થી તેની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. પરંતુ આજે મુંબઈના દરેક વિસ્તારમાં તેમની શાખાઓ છે અને તાજેતરમાં જ તેઓએ બેંગલુરુમાં પણ નવી શાખા ખોલી છે. એક માહિતી પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટ્રેસ સિમ્પલ કૌરની નેટવર્થ 25 કરોડ રૂપિયાથી વધુ છે. અભિનેત્રી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરે છે.