December 29, 2024

તિરુપતિ પ્રસાદ વિવાદના છેડા અમદાવાદમાં, અમૂલે 7 ટ્વીટર હેન્ડલ સામે સાયબરમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદના તાર અમદાવાદ સુધી છંછેડાયા છે. એશિયાની સૌથી મોટી ડેરી પ્રોડક્ટ કંપની અમૂલે સાત જેટલા ટ્વીટર હેન્ડ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રસાદમાં ઘી મામલે અમૂલે ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાના સમાચાર મામલે ફરિયાદ નોંધાવી છે. અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમે આ ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કયા કયા ટ્વીટર હેન્ડલ સામે ફરિયાદ?

1. ટ્વીટર એક્સ આઇડી સ્પીરિટ ઓફ કોંગ્રેસ
2. બંજારા ઓગણીસો એકાણું પ્રોફાઇલ લિન્ક
3. ચંદન એઆઇપીસી પ્રોફાઇલ લિન્ક
4. સેક્યુલર બેંગાલી પ્રોફાઇલ લિન્ક
5. રાહુલ અંડરસ્કોર સત્તરસો પ્રોફાઇલ લિન્ક
6. પ્રોફાપીએમ પ્રોફાઇલ લિન્ક
7. પદ્મજા પ્રોફાઇલ લિન્ક