બુલેટ ટ્રેન ચાલુ થવાનો સમય આવી ગયો…? રાજ્યમાં ક્યારે અને ક્યાંથી શરૂ થશે?
ગાંધીનગર : ભારતમાં વંદે ભારત ટ્રેન પછી હવે લોકો બુલેટ ટ્રેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોનું માનવું છે કે બુલેટ ટ્રેન ભારતમાં વહેલી તકે દોડે કારણકે લોકો બુલેટ ટ્રેનની મુસાફરીનો આનંદ માણી શકે. ભારતમાં ટૂંક સમયમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 2026માં મુંબઈ-અમદાવાદ વચ્ચેના થોડાક હિસ્સામાં બુલેટ ટ્રેન શરૂ થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા આવેલા રેલ્વે મંત્રીએ વાતચીતમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે કાર્યરત થશે. વધુમાં તેમણે કહ્યું કે અમારી આવી યોજના શરૂઆતથી જ હતી બીજી બાજુ વૈષ્ણવે કહ્યું કે મેટ્રો સમગ્ર રૂટ પર ક્યારે શરૂ થશે તે અંગે ચોક્કસ સમયરેખા આપવી મુશ્કેલ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ને આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને આયોજન મુજબ સ્ટ્રક્ચર્સનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે 8 નદી પર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને 272 કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદના સાબરમતી વિસ્તાર ખાતેના ટર્મિનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
#WATCH | Gandhinagar: On India's first bullet train project from Mumbai-Ahmedabad, Minister for Railways, Communications, Electronics & Information Technology, Ashwini Vaishnaw says, "… 270km long wire duct has been put in place. Work is going on as per schedule. The work of… pic.twitter.com/T0xmHoVyP9
— ANI (@ANI) January 11, 2024
આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ‘અટલ સેતુ’ આજે ખુલ્લો મુકાશે
જમીન સંપાદનને કારણે વિલંબ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની યોજના 2016માં નક્કી કરાયું હતું અને 2017માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પુરો કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ જમીન સંપાદનમાં અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો. જોકે, હવે જમીન સંપાદનની કામગીરી પુરી થઈ ગઈ છે અને કેટલાંક વિસ્તારોમાં બાંધકામની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ આ બુલેટ ટ્રેન ક્યાં સુધી સમગ્ર રૂટ પર ચાલશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
Progress of Bullet Train project:
Till date: 21.11.2023
Pillars: 251.40 Km
Elevated super-structure: 103.24 Km pic.twitter.com/SKc8xmGnq2— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 23, 2023
508 કિલોમીટરની મુસાફરી 2 કલાકમાં જ કરશે
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની મુસાફરી 508 કિલોમીટરની રહેશે. બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીમાં 2 કલાક 7 મિનિટનો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે આ અંતર ટ્રેન દ્વારા લગભગ 5 કલાકમાં કાપવામાં આવે છે. આ 508 કિલોમીટરના રૂટમાં 348 કિલોમીટર ગુજરાતમાં અને બાકી 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં હશે. બુલેટ ટ્રેન 92 ટકા એલિવેટેડ હશે અને 6 ટકા જેટલી મુસાફરી ટનલની અંદર હશે.