SMC જુગારની રેડ મામલે બી ડિવિઝનના ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા

Surendranagar: SMC જુગારની રેડ મામલે બી ડિવિઝનના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરના આંબેડકર વિસ્તારમાં ગુડદી પાસાના ધમધમતા જુગાર પર રેડ કરી હતી. રેડ દરમિયાન રોકડ, મોબાઈલ સહિત રૂ. 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર શહેરના આંબેડકર વિસ્તારમાં ગુડદી પાસાના ધમધમતા જુગાર પર રેડ કરી હતી. જોકે, જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા ફરજમાં બેદરકારી અને મિલીભગત હોવાનું ખુલાસો થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા એન.ડી. ચુડાસમા, શક્તિસિંહ વાઘેલા, અજીતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચો: ચીનમાં 4ની તીવ્રતા અને ઈથોપિયામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભયનો માહોલ