November 1, 2024

દિવાળીના દિવસે હજારો ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: આજે દિવાળીના દિવસે જ્યાં એક તરફ આખો દેશ દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યો છે તો દિવાળીના દિવસે મોટી સંખ્યામાં લોકો સોમનાથ દાદાના દર્શને આવ્યા. દિવાળીના પાવન પર્વ અને વેકેશનને લઈ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભારત દેશ વિશ્વમાં અગ્રસર રહે અને આવનારું વર્ષ લોકો માટે સુખાકારી રહે તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવી.

સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં લોકો પોતાના ઘરોમાં ઉજવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ, દિવાળીના પાવન દિવસે દેવ દર્શન કરીને ભક્તિનું ભાથું બાંધવા વાળા દર્શનાર્થીઓ સોમનાથમાં પહોંચ્યા છે અને સોમનાથ મહાદેવના પુણ્યકારી દર્શન કરીને નવા વર્ષના દિવસે ભકતો સર્વજન હિતાય સર્વજન સુખાયની પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં પોતાનો ઝંડો લહેરાવે અને વિશ્વ ગુરુ બને તેવી પ્રથાના કરાય હતી. તો છેલ્લા બે વર્ષ પહેલા આવેલી વેશ્વીક મહામારી કોરોના જેવી મહામારી ફરી પાછી ન અને લોકોનું આરોગ્ય સુખાકારી નીવડે.

તો બીજી દિવાળી અને નવા વર્ષના તહેવારો ને ધ્યાનમાં લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકો ને અગવડ ન પડે વ્યવસ્થિત સોમનાથ મહાદેવ ના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માં આવી છે જેમાં સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર અનેકવિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો, સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક આયોજન કરવા આવશે તો ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસ ને રોશની, રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે. ત્યારે દિવાળીના પર્વ પર સોમનાથ આવનારા ભક્તો પણ અહલાદક શાંતિનો અનુભવ થયાનું જણાવે છે અને દિવાળી ના પાવન પર્વે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે રહ્યા છે.