January 19, 2025

ટ્રેલર પહેલા રિલીઝ થયો ‘બડે મિયાં છોટે મિયાં’નો આ વીડિયો

અમદાવાદ: બડે મિયાં છોટે મિયાં  ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. આ ફિલ્મના અત્યાર સુધીમાં ઘણા ગીતો અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે. હવે વારો છે બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરનો. આ દરમિયાન બડે મિયાં છોટે મિયાંનો નવો વીડિયો રિલીઝ થયો છે.

વીડિયો રિલીઝ થયો
‘બડે મિયાં છોટે મિયાં’નો આ નવો વીડિયો આવતાની સાથે જ આ ફિલ્મના ચાહકોએ આ વીડિયોને વાયરલ કરી દીધો છે. થોડી જ મિનિટમાં આ ફિલ્મનો વીડિયો X પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ ફિલ્મના ચાહકો આતૂરતાથી આ ફિલ્મની રાહ જો રહ્યા છે. બડે મિયાં છોટે મિયાં’ના ડિરેક્ટરે આ 8 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. જોકે આ વીડિયોમાં કોઈનો ચહેરો સામે આવ્યો નથી.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘બડે મિયાં છોટે મિયાં’ને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટે બનાવી છે. પૂજા એન્ટરટેઈનમેન્ટે આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આ વર્ષે ઈદના અવસર પર 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. 1998માં મૂળ ફિલ્મ બનાવામાં આવી હતી. જેમાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાંનું ગીત ‘મસ્ત મલંગ આવી ગયું છે. જેમાં ‘મસ્ત મલંગ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ જોવા મળી રહ્યા છે. ખાસ તો આ ગીતમાં ટાઈગર અને અક્ષરની ખાસ જુગલબંધી જોવા મળી રહી છે. જોકે આ ગીતની ખાસ વાત એ છે કે આ ગીતને સાંભીને તમને સાઉથના ગીત તમે સાંભળતા હોય તેવું લાગશે.