December 23, 2024

સાઉથ સુપરસ્ટારના દીકરાએ શાહરૂખ ખાનના ગીત પર કર્યો ડાન્સ

અમદાવાદ: શાહરૂખ ખાનનું કોણ ચાહક નહીં હોય? ભાગ્યે જ કોઈ હશે જેમને શાહરૂખ કે પછી તેમના ફિલ્મો નહીં ગમતા હોય. તેમના ચાહકો દેશમાં નહીં પરંતુ દુનિયામાં જોવા મળી રહ્યા છે. થોડા જ દિવસો પહેલા ડિંકી’નું ગીત લૂટ પુટ ગયા સોંગ આવ્યું હતું. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ત્યારે દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો પુત્ર અયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે શાહરૂખની ફિલ્મ ‘ડિંકી’નું ગીત લૂટ પુટ ગયા ગાઈ રહ્યો છે.

અલ્લુ અર્જુનનો પુત્ર
પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગની વાત કરાઈ એવી નથી કારણ કે તેમને ચાહનારા લોકોની સંખ્યા ખુબ જ મોટી છે. પુષ્પા ફિલ્મમાં તેણે કામ કર્યા બાદ તેને ચાહનારા વર્ગમાં ખુબ જ મોટો વધારો થયો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ મહત્વની વાત એ છે આખી દુનિયા જેની ફેન હોય તેનો જ પુત્ર કિંગ ખાનનો ફેન છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે અલ્લુ અર્જુનનો પુત્ર લૂટ પુટ ગયા પર મજેદાર રીતે ઝૂમી રહ્યો છે.

બાળકો સાથેના ફોટા
અલ્લુ અર્જુનના પરિવારની વાત કરવામાં આવે તો તેના લગ્ન 2011માં થયા હતા. તેમની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. તેને 2 બાળકો છે. જેમાં એક દિકરી છે અને એક દિકરો છે. દિકરીનું નામ અરહા છે અને દિકરાનું નામ અયાન છે. અલ્લુ અર્જુન હમેંશા પોતાના બાળકો સાથેના ફોટા શેર કરતો રહે છે. ફિલ્મ ‘ડિંકી’ ની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે. આ ફિલ્મની સાથે લોકોએ આ ફિલ્મા રહેલા સોંગને વધારે પંસદ કર્યું હતું. ફિલ્મનું ગીત લૂટ પુટ ગયા પર ખુબ જ રીલ્સ પણ બની હતી.