January 22, 2025

આંખોની સુંદરતા વધારશે આ ખાસ Serum

તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને મળો છો તો તમારૂ સૌ પ્રથમ ધ્યાન એ વ્યક્તિની આંખ, નાક અને હોઠ પર પડે છે. એક જ નજરમાં વ્યક્તિની સુંદરતા અને ઓળખ આ ત્રણ વસ્તુઓ પરથી બીજાના મન અને મગજ પર પડી જાય છે. આથી આપણે ખુબ જ સાર સંભાળ સાથે આંખ, નાક અને હોઠનું ધ્યાન રાખતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આંખોને સુંદર રેખાડવામાં તેની પાંપણનો બહું મોટો ફાળો છે. તો આજે આપણે આંખની એ પાંપણોને સુંદર બનાવવા માટે કેટલીક હોમ રેમડી વિશે વાત કરવાના છીએ.

જરૂરી સામગ્રી

  • ગરમ પાણી – 2 ચમચી
  • લવિંગ – 3 બીજ
  • મેથીના દાણા – 1 ચમચી
  • વેસેલિન – 1/2 ચમચી
  • વિટામિન ઇ કેપ્સ્યુલ- 1
  • એરંડાનું તેલ – 1 ચમચી
  • નાળિયેર તેલ – 1 ચમચી

Eyes

આ રીતે તૈયાર કરો સીરમ
સૌપ્રથમ લવિંગ અને મેથીના દાણાને એક બાઉલમાં ગરમ ​​પાણીમાં પલાળીને 5 મિનિટ માટે બાજુ પર રાખો. જ્યારે પાણી પીળું થઈ જાય ત્યારે તેમાંથી લવિંગ અને મેથીના દાણાને અલગ કરી લો. હવે પાણીના બાઉલમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી ખાલી મસ્કરા કન્ટેનરમાં મૂકો. બસ તૈયાર થઈ ગઈ તમારી હોમ મેડ સીરમ. આ સીરમને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા આંખની પાંપણો અને આઈબ્રો પર સારી રીતે લગાવો. સતત એક અઠવાડિયા સુધી આ સીરમનો ઉપયોગ કરવાથી તમારી પાંપણો અને આઈબ્રો મનમોહક બની જશે.