હોળીથી જોડાયેલી પૌરાણિક કથા, શું થયું હતું હિરણ્યકશ્યપની બહેન હોળિકા સાથે
Holi 2024: રંગોના તહેવાર હોળીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પરંપરાગત રીતે હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળિકા દહનથી શરૂ થાય છે અને બીજા દિવસે રંગોથી હોળી રમવાનો દિવસ છે. હોળીના દિવસે લોકો પોતાની બધી સમસ્યાઓ ભૂલીને એકબીજા રંગો સાથે રમે છે. આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક છે. ચાલો જાણીએ કે હોળી કયા દિવસે ઉજવવામાં આવશે. હોળિકા દહનનો શુભ સમય કયો છે અને હોળિકા દહન સાથે જોડાયેલી પૌરાણિક કથા.
પંચાંગ અનુસાર, ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 24 માર્ચે સવારે 9:54 મિનિટથી શરૂ થશે અને 25 માર્ચની સવારે 12:29 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેથી હોળિકા દહન 25 માર્ચે કરવામાં આવશે અને હોળિકા દહનનો શુભ સમય 25 માર્ચે સવારે 11:13 થી 12:32 સુધીનો છે.
હોળીની વાર્તા
હોલીકા દહનથી સંબંધિત પૌરાણિક કથા ભક્ત પ્રહલાદ સાથે સંબંધિત છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દયી હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતા હતા અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતા હતા કે તેઓ પણ એની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે લોકો આવુ ન કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને હિરણ્યકશ્યપેએ ધમકાવ્યો અને પછી તેની પર અનેક દબાણો કર્યા કે તે વિષ્ણુની ભક્તિ છોડી હિરણ્યકશ્યપની પૂજા કરે. પણ પ્રહલાદને ઈશ્વર પર શ્રધ્ધા હતી. તેથી તે વિષ્ણૂની જ પૂજા કરતો.
આ પણ વાંચો : વિવાહ બાદ ભગવાન શિવે સ્મશાનમાં રમી હતી હોળી, જાણો અહીં પૌરાણિક કથા
બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને મારવાનો વિચાર કર્યો. તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહી. છેવટે તે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનુ વરદાન હતુ. તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દયી રાજાએ બધી બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી દીધી. જ્યારે બધી લાકડીઓ બળવા લાગી, ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસે. હોળીકાએ એવુ જ કર્યુ. પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિથી બચી ગયો. પરંતુ હોળીકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિને લઈને આ તહેવારને ઉજવવામાં આવે છે.