‘આ NDAનું મંત્રીમંડળ નથી, પરિવાર મંડળ’, Rahul Gandhi અને Tejashwi Yadavનો Modi 3.0 કેબિનેટ પર પ્રહાર
Rahul Gandhi On PM Modi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવે NDA સરકારની નવી કેબિનેટને લઈને PM નરેન્દ્ર મોદી અને BJP પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પરિવારમંડળ કહીને રાહુલ ગાંધીએ NDAના એવા મંત્રીઓની યાદી જાહેર કરી છે જેમના પરિવારના સભ્યો રાજકીય પક્ષોમાં રહ્યા છે. બીજી બાજુ, બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે રાજકારણમાં પરિવારવાદના સૌથી મોટા સંરક્ષક, પાલનકર્તા અને પોષણ કરનારાઓ જ પરિવારવાદ પર લાંબા પ્રવચનો આપે છે.
पीढ़ियों के संघर्ष, सेवा और बलिदान की परंपरा को परिवारवाद कहने वाले अपने ‘सरकारी परिवार’ को सत्ता की वसीयत बांट रहे।
कथनी और करनी के इसी फर्क को नरेंद्र मोदी कहते हैं! pic.twitter.com/eAlfemxAJk
— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2024
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,‘જેઓ પેઢીઓના સંઘર્ષ, સેવા અને બલિદાનની પરંપરાને પરિવારવાદ કહે છે તેઓ તેમના ‘સરકારી પરિવાર’માં સત્તાની વસીયત વહેંચી રહ્યા છે. આને નરેન્દ્ર મોદી કહે છે કથન અને કર્મનો તફાવત!
राजनीति में परिवारवाद के सबसे बड़े संरक्षणकर्ता, पालनकर्ता और पोषणकर्ता ही परिवारवाद पर लंबा-चौड़ा प्रवचन देते है।
कथित विरासत वाली पार्टियों की बदौलत ही आज उनकी सरकार और सियासत सांस ले पा रही है।
उनके कथनी और करनी के इस अंतर को हमारे महान देश की महान जनता बखूबी समझती है।#india pic.twitter.com/EDZrQ2T55j
— Tejashwi Yadav (@yadavtejashwi) June 11, 2024
તેજસ્વી યાદવે કહ્યું, ‘રાજકારણમાં પરિવારવાદના સૌથી મોટા સંરક્ષક, જાળવણી કરનારા અને પાલનહાર પરિવારવાદ પર લાંબા પ્રવચનો આપે છે. કહેવાતા વારસાગત પક્ષોના કારણે જ આજે તેમની સરકાર અને રાજનીતિ શ્વાસ લઈ શકી છે. આપણા મહાન દેશના મહાન લોકો તેમના કથન અને કર્મનો વચ્ચેના આ તફાવતને સારી રીતે સમજે છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કરતા હતા અને કહેતા હતા કે તેઓ ફક્ત તેમના પરિવાર માટે જ કામ કરે છે.