December 23, 2024

લોકસભા ચૂંટણી પહેલાં આ રીતે તમારું વોટર આઈડી કાર્ડ કરો અપડેટ

અમદાવાદ: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં સામાન્ય ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આ વખતે 19 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ પહેલા તમારે તમારૂ વોટર આઈડી કાર્ડમાં નામ અને સરનામું અપડેટ કરવા માંગો છો? તો તમે આ રીતે કરી શકો છો.

ઓળખપત્ર વિના મતદાન
લોકસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પંચે ગઈ કાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જેમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન પ્રક્રિયાનો આરંભ થશે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના કરવામાં આવશે. આ તમામ ચૂંટણીની વાત વચ્ચે ખાસ અને મહત્વની વાત એ છે કે તમારી પાસે આઈડી કાર્ડ હોવું જરૂરી છે, કારણ કે વોટર કાર્ડ વગર તમે મતદાન કરી શકતા નથી. આધાર કાર્ડની જેમ મતદાર આઈડી કાર્ડ પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

મહત્વપૂર્ણ માહિતી
જો કે, કેટલીકવાર નામ, સરનામું જેવી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ખોટી પડી જાય છે. જો તમે પણ તમારું વોટર આઈડી કાર્ડ અપડેટ કરવા ઈચ્છો છો તો અમે તમને આજે જે માહિતી આપવાના છીએ તે તમને મદદ થશે. આ માહિતી થકી મતદાર આઈડી કાર્ડમાં નામ અથવા સરનામું અપડેટ કરી શકો છો. આ સરળ પ્રક્રિયા થકી તમે સરળતાથી મતદાર આઈડી અપડેટ કરી શકો છો.

આ રીતે કરો અપડેટ
મતદાર ID માં નામ અને સરનામું અપડેટ કરવા માટે આ માહિતી પ્રમાણે તમારે કરવાનું રહેશે. સૌથી પહેલા તમારે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ એટલે કે NVSPની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે હવે તમારો મતદાર આઈડી નંબર અને જન્મ તારીખ દાખલ કરવી પડશે. એકાઉન્ટમાં લોગ ઇન કર્યા પછી, તમારે આગલા પગલામાં મતદાર યાદીમાં પ્રવેશ સુધારણાના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમને બે વિકલ્પો મળશે જેના થકી તમે નામમાં કરેક્શન અથવા એડ્રેસમાં કરેક્શન કરાશે. ત્યાર બાદ તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. જે બાદ તમારે દસ્તાવેજો આપવાના રહેશે. જેમાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.