January 5, 2025

‘આ Cowardly આતંકવાદી હુમલો’, PM મોદીએ અમેરિકામાં થયેલા ટ્રક હુમલાની કરી નિંદા

PM Modi On Terrorist Attack in New Orleans: PM નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં થયેલા ટ્રક હુમલાની નિંદા કરી, જેમાં 15 લોકોના મોત થયા હતા. PMએ X પર લખ્યું, “અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદનાઓ અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ભગવાન તેમને આ ઘટનામાંથી બહાર નીકળવા માટે શક્તિ અને આશ્વાસન આપે.

કેવી રીતે થયો હુમલો?
નવા વર્ષના દિવસે અમેરિકાના ન્યુ ઓર્લીન્સ શહેરમાં શોકનો માહોલ હતો. 1 જાન્યુઆરીએ લ્યુઇસિયાનાના ન્યૂ ઓર્લિયન શહેરમાં એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ અને લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ન્યૂ ઓર્લિયન્સની પ્રખ્યાત કેનાલ અને બોર્બોન સ્ટ્રીટ પર બની હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટના બાદ સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી છે. એપીના અહેવાલ મુજબ સુરક્ષા અધિકારીઓએ હુમલાખોરને મારી નાખ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ 3:15 વાગ્યે (0915 GMT) ફ્રેન્ચ ક્વાર્ટરના મધ્યમાં બોર્બોન સ્ટ્રીટ નજીક શરૂ થઈ હતી, જ્યાં લોકો 2025 ની શરૂઆતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. શંકાસ્પદ વ્યક્તિએ સફેદ ફોર્ડ એફ-150 ઇલેક્ટ્રિક પીકઅપને રાહદારીઓની ભીડમાં ભગાડી હતી. એફબીઆઈએ જણાવ્યું હતું કે બે ઘરેલુ બોમ્બ પણ મળી આવ્યા હતા અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.