May 20, 2024

આવતા અઠવાડિયે ખુલશે આ મોટો IPO, જાણો સમગ્ર માહિતી

Bharti Hexacom IPO: નવા નાણાકીય વર્ષનો પહેલો IPO 3 એપ્રિલના લોન્ચ થશે. ભારતી એયરટેલની સબ્સિડિયરી ભારતી હેક્સાકોમના આ આઈપીઓમાં રોકાણ 5 એપ્રિલ સુધી કરી શકો છો. તો એન્કર રોકાણકારો માટે આ આઈપીઓ 2 એપ્રિલના રોજ ખુલી જશે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 542થી 570 રુપિયા સુધી રહેશે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફાર સેલ છે. ભારતી એયરટેલની પાસે ભારતી હેક્સાકોમમાં 70 ટકા ભાગીદારી છે. જ્યારે 30 ટકા ભાગ ટેલીકોમ કન્સલ્ટેન્ટસ ઈન્ડિયાની પાસે છે. આ આઈપીઓમાં 7.5 કરોડ ઈક્વિટી શેરનું વેચાણ OFSની રીતે થશે. આઈપીઓ બાદ ટેલીકોમ કન્સલ્ટેનટ્સ ઈન્ડિયાની ભારતીય હેક્સાકોમમાં ભાગીદારી 15 ટકા ઓછી થઈ જશે.

4,275 કરોડ રૂપિયાનો IPO
ભારતી હેક્સાકોમ IPOની સાઈઝ 4275 કરોડ રૂપિયા છે. આ IPO નાણાકીય વર્ષ 2024-25નો પહેલો IPO છે. એન્કર રોકાણકારો માટે આ આઈપીઓ 2 એપ્રિલના ખુલી જશે. આ ઈશ્યૂના ઓછામાં ઓછા 75 ટકા ભાગ યોગ્ય સંસ્થાગત ખરીદારો માટે આરક્ષિત છે. 15 ટકાથી વધારે અન્ય રોકાણકારો માટે અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે છે.

આ પણ વાંચો: ભારતની તાકાત છે આ 10 કંપનીઓ… જુઓ લિસ્ટ

14,820 રૂપિયાનું કરો રોકાણ
આ IPOના એક લોટમાં 26 શેર છે. અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી રિટેલ રોકાણકારો આ IPOમાં ન્યૂનતમ 14,820 રૂપિયાનું રોકાણ કરી શરે છે. ભારતી હેલ્સાકોમના IPOમાં શેરમાં અલોટમેન્ટ 8 એપ્રિલના થઈ શકે છે. તો બીજી તરફ સ્ટોક એક્સચેન્જ પર શેરની લિસ્ટિંગ 12 એપ્રિલના થઈ શકે છે.

શું છે GMP?
ગ્રે માર્કેટમાં ભારતી હેક્સાકોમના શેર પ્રીમિયમની સાથે ટ્રેડ કરી રહ્યા છે. ગ્રે માર્કેટ અનુસાર આઈપીઓના 570 રુપિયા પર ઈશ્યુ પ્રાઈસના પ્રમાણમાં શેર 40 રૂપિયામાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર કંપનીના શેરની લિસ્ટિંગ 7 ટકાના પ્રીમિયમની સાથે 610 રૂપિયા પર થઈ શકે છે.