January 21, 2025

વર્ષો બાદ ફરી કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, એક સમયે હતી સુપરહિટ

Actress Comeback On Screen: બોલિવૂડમાં અનેક હીરો અને હિરોઈન જે 90ના દાયકામાં સુપર હીટ રહ્યા છે. એ બાદ તેમણે બોલિવૂડને અલવિદા કહી દીધું. જે બાદ ફરી ધમાકેદાર કમબેક કરીને આજે લોકોના દિલમાં નવા કિરદાર અને નવા અભિનય સાથે ફરી વસ્યા. સુસ્મિતા શેન, શ્રીદેવી, માધુરી દિક્ષીત સહીત અનેક એક્ટ્રેસોએ એક સમયે અભિનેયને અલવિદા કહ્યું હતું. જેના વર્ષો બાદ તેમણે ફરી રુપેરી પડદે કમબેક કર્યુ અને છવાઈ ગઈ. હવે આ લિસ્ટમાં નવું નામ જોડાવા જઈ રહ્યું. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટા છે.

ફિલ્મ ‘દિલ સે’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાવાળી એક્ટ્રેસને દુનિયાએ એટલો પ્રેમ આપ્યો કે તેને વીરની ઝારાના નામથી જ ઓળખવામાં આવે છે. આ સુંદર એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા છે. જેને તેના 20 વર્ષના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પ્રીતિઓ પોતાના ટેલેન્ટના દમ પર ખુબ જ નામના મેળવી, પરંતુ ઘણી વખત તેણે રૂપેરી પરદા પર બ્રેક લીધો છે. ઘણા વર્ષોના વર્ષો તેણે કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. પ્રીતિ અને શાહરૂખ ખાનની ફિલ્મ વીર-ઝારા 2004માં રીલિઝ થઈ હતી. જે બોક્સઓફિસ પર સુપર હિટ રહી હતી. આ જોડીને અને ઝારાને લોકો આજે પણ ખુબ પ્રેમ કરે છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીનો ‘જબરો ફેન’, જાદુ કી જપ્પી આપી કર્યું આવું

પ્રીતિ ઝિન્ટાની છેલ્લી ફિલ્મ
પ્રીતિ ઝિન્ટાએ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ભાઈજી સુપરહિટમાં જોવા મળી હતી. તેની આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. પ્રીતિ ઝિન્ટા હવે ફરી સની દેઓલ સાથે ફિલ્મ ‘લાહૌર 1947’ માં જોવા મળશે. આ ફિલ્મ પહેલા પણ પ્રીતિ ઝિન્ટા અને સની દેઓલ અનેક ફિલ્મોમાં સાથે જોવા મળશે. જેમ કે ધ હીરો, ફર્જી, દિલલગી છે.

IPLમાં જોવા મળી ઝારા
હાલમાં જ પ્રીતિ ઝિન્ટાને પબ્લિકલી જોવામાં આવી હતી. IPL 2024ની મેચ દરમિયાન પોતાની ટીમ પંજાબ કિંગ્સના સપોર્ટમાં તેને સ્ટેડિયમમાં આવી પહોંચી હતી. આ સમયે તેણે સફેદ સૂટ પર લાલ રંગનો દુપટ્ટો અને માથા પર બિંદી લગાવી હતી. પ્રીતિના આ લૂકને જોઈને ફેન્સને વીર-ઝારાની ઝારા યાદ આવી ગઈ.