4 કલાકના શૂટિંગ માટે 3 દેશ પાર કરી પહોંચ્યો આ એક્ટર
અમદાવાદ: આ વર્ષે ઈદ પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિટા છોટે મિયા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ તાજેતરમાં રીલિઝ થયું હતું. જેણે ફિલ્મને લઈને ચર્ચાઓ વધારી છે. આ ફિલ્મને લઈને પૃથ્વીરાજ સુકુમારનની પણ ચર્ચાઓ ફરી વધવા લાગી છે. પૃથ્વીરાજ આ ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કરી રહ્યો છે. ટ્રેલરમાં તેમનો ચહેરો નથી દેખાડવામાં આવ્યો. જેમાં તેમને એક માસ્ક પહેલ દેખાડવામાં આવ્યું છે. હવે પૃથ્વીરાજે જણાવ્યું છે કે, તેમને ફિલ્મમાં ઈન્ટ્રોડક્શન સીક્વલના શૂટ માટે ઘણા શહેરો અને ત્રણ દેશોની મુસાફરી બાદ પહોંચ્યા હતા.
એક ઈન્ટરવ્યૂમાં પૃથ્વીરાજે અલી અબ્બાસ જાફરીની જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ હંમેશા રિયલ લોકેશન પર શૂટ કરે છે. તેમણે મને જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવી હતી. એ સમયે મને લાગ્યું કે મારે કોઈ સ્ટુડિયોમાં 40-50 દિવસ ગ્રીન સ્ક્રીનમાં શૂટિંગ કરવાની રહેશે, પરંતુ એવુ કાંઈ નહીં થયું જેના કારણે હું ખુબ જ ચૌકી ગયો હતો.
આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં OTT પર રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મ અને વેબ સીરીઝ
પૃથ્વીરાજે કહ્યું કે, મારા ઈન્ટ્રોડક્શન સીક્વન્સ સ્કોટલેન્ડના ગ્લેન નેવિસમાં શૂટ થયું છે. એ સમયે હું મનાલીમાં કોઈ અન્ય ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તો એ સમયે હું ગાડીથી મનાલીથી કુલ્લુ ગયો. કુલ્લુથી ચંદીગઢ માટે ફ્લાઈટ લીધી. એ બાદ ત્યાંથી દિલ્હી પહોંચ્યો. દિલ્હીથી મુંબઈ, મુંબઈથી દુબઈ અને ફાઈનલી દુબઈથી એડિનબર્ગ પહોંચ્યો. એ બાદ હું ત્યાંથી બાઈ રોડ ગ્લેન નેવિસ પહોંચ્યો. જ્યાં મે માસ્ક લગાવીને ચાર કલાક શૂટિંગ કર્યું. બસ, આજ રીતે હું મનાલી પરત ફર્યો.
પૃથ્વીરાજ સુકુમારન એક મલયાલી ફિલ્મના સુપરસ્ટાર માનવામાં આવે છે. હાલમાં જ તેમની ફિલ્મ આવી છે. જેનું નામ અદુજીવિતમ ધ ગોટ લાઈફ છે. આ ફિલ્મમાં તેમણે જોરદાર અભિનય કર્યો છે. જેની લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારુ બિઝનેશ કરી રહી છે. આ પહેલા પૃથ્વીરાત પ્રભાસની સાથે ફિલ્મ સાલારમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો છે.