November 19, 2024

નાસભાગ માટે બાબાના બ્લેક કમાન્ડોનો ધક્કો જવાબદાર! તપાસ રિપોર્ટમાં ખુલાસો

Hathras Stampede: ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને સુપરત કર્યો છે. એસડીએમના જણાવ્યા અનુસાર, સત્સંગની સમાપ્તિ પછી ભક્તો ભોલે બાબા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમના સેવકો અને અંગત ગાર્ડ્સ (બ્લેક કમાન્ડો)એ ધક્કામુક્કી  કરવા લાગ્યા. આ પછી સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.

એસડીએમના જણાવ્યા અનુસાર સત્સંગમાં બે લાખથી વધુ ભક્તો હાજર હતા. ભોલે બાબા લગભગ 12.30 વાગ્યે પંડાલમાં પહોંચ્યા અને તેમનો કાર્યક્રમ 1 કલાક સુધી ચાલ્યો. દરમિયાન ભોલે બાબા બપોરે 1.40 વાગ્યે પંડાલમાંથી બહાર આવ્યા ત્યારે ભક્તો તેમના ચરણોની ધૂળને સ્પર્શ કરવા આગળ આવ્યા હતા. લોકો ડિવાઈડર કૂદીને બાબાના વાહન તરફ ભાગવા લાગ્યા. પરંતુ બાબાના અંગત રક્ષકો અને સેવકોએ જ દબાણ કરવાનું શરૂ કર્યું. આ પછી કેટલાક લોકો નીચે પડી ગયા હતા. પછી લોકો એકબીજાને કચડવા લાગ્યા.

ઘણા લોકો મેદાનમાં વપસી ગયા
એસડીએમના અહેવાલ મુજબ, ઘણા શ્રદ્ધાળુઓ સ્થળની સામેના ખેતરો તરફ દોડી ગયા હતા. પણ મેદાનમાં કીચડ હતું. જેના કારણે અનેક ભક્તો લપસીને પડી ગયા હતા. પછી લોકો દોડ્યા, એકબીજા પર પગ મૂક્યા. જે નીચે પડ્યા હતા તે ઊઠી શકતા નહતા. આ પછી ઘણા ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તેમાંથી કેટલાકને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાકને સારવાર માટે એટા અને અલીગઢની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Hathras Satsang: પુત્રની લાશને ખભા પર લઈને ફરતા રહ્યા પિતા, પત્નીનું પણ મોત

પોલીસે FIR નોંધી
આ અકસ્માત બાદ પોલીસે ભોલે બાબાના મુખ્ય સેવક અને આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પરંતુ FIRમાં ભોલે બાબાનું નામ સામેલ નથી. આ પોલીસ FIR પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સત્સંગ માટે પરવાનગી લેવામાં આવી હતી. પરંતુ માત્ર 80,000 ભક્તોની ભાગીદારી માટે પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ સત્સંગમાં ભાગ લેવા માટે બે લાખથી વધુ ભક્તો આવ્યા હતા.

સીએમ યોગીએ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. અકસ્માતની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. અકસ્માતને પગલે ફુલરાઈ ગામમાં શાંતિ છવાઈ ગઈ છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ભક્તોએ આયોજકો અને વહીવટીતંત્ર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા
ભક્તોએ સત્સંગના આયોજકો અને પોલીસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. કારણ કે સ્થળ પર એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા ન હતા. ઈમરજન્સી રૂટ પણ બનાવાયો ન હતો. સ્થળ પર કોઈ મેડિકલ ટીમ ન હતી. ગરમીમાં ભક્તો પંડાલની અંદર પરસેવો પાડી રહ્યા હતા. પરંતુ તે મુજબ પંખા અને કુલર લગાવવામાં આવ્યા ન હતા. પંડાલની આસપાસ ભક્તો માટે ખાવા-પીવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી.