January 8, 2025

આ ‘હેલ્ધી’ વસ્તુઓ ખાવાથી પણ આવી શકે છે હાર્ટએટેક

Heart Health: આજના સમયમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. જેનું કારણ એ આજના સમયની ખાણીપીણી પણ છે. જો તમે પણ તમારા હૃદયના સ્વાસ્થ્ય સારૂ રાખવા માંગો છો તો તમારી જીવનશૈલીમાં તમારા આહારનું ચોક્કસ ધ્યાન રાખો. આજે અમે તમે એ ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવાના છીએ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.

ઘી- જો તમે જરૂર કરતા વધારે ઘીનું સેવન કરો છો તો ચોક્કસ તમારે સાવધાન થઈ જવું જોઈએ. વધારે પડતા ઘીનું સેવન તમારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. જેના કારણે તમને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

આ પણ વાંચો: વાળને જાડા અને લાંબા કરવા માટે આ 3 તેલનો ઉપયોગ કરો

બદામ/અખરોટ- દિવસમાં ચાર-પાંચથી વધુ બદામનું સેવન નુકસાનકારક કરી શકે છે. વધારે પડતા અખરોટ ખાવાના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. જેના કારણે બદામ, અખરોટ માપમાં ખાવા જરૂરી છે.

માછલી/ચિકન- ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતી માછલી/ચિકન તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે રોજ તમારે ચિકન ખાવાનું ટાળવું જોઈએ. જો તમે રોજ ખાશો તો તમને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

શણના બીજ – શણના બીજમાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે. તેના બીજમાં તેલ પણ હોય છે. તેમાં તેલની માત્રા વધારે હોય છે જેના કારણે તે તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.