1 મેથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડના આ નિયમો, જાણો તમામ માહિતી

અમદાવાદ: જો તમે તમારા પાણી અને વીજળીનું બિલ ક્રેડિટ કાર્ડથી ભરવાની આદત છે તો આદત તમને ભારે પડી શકે છે. એક મેથી ક્રેડિટ કાર્ડથી બિલ ભરતા લોકોએ 1 ટકા વધુ પૈસા ચુકવવા પડશે. આ વધારાનો ચાર્જ સૌ પ્રથમ યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકે લાગુ કર્યો છે.
યસ બેંક અને IDFCએ ચાર્જ વધાર્યો
યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેઓ 1 મેથી યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા ચાર્જ લેશે. આ કારણે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયાનું વીજળી બિલ ભરો છો તો તમારે 20 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. જો કે આ બેંકોએ હાલ માટે ગ્રાહકોને થોડી રાહત પણ આપી છે. યસ બેંકે યુટિલિટી બિલ પર 15000 રૂપિયા સુધીની મફત વપરાશ મર્યાદા પણ આપી છે અને IDFC ફર્સ્ટ બેંકે 20000 રૂપિયા સુધીની મફત વપરાશ મર્યાદા આપી છે. આના કારણે તમે યસ બેંકમાંથી રૂ. 15 હજાર સુધીના યુટિલિટી બિલ અને IDFC ફર્સ્ટ બેન્કમાંથી રૂ. 20 હજાર સુધી કોઇપણ ફી ચૂકવ્યા વિના ચૂકવી શકશો. આનાથી વધુ ચુકવણી પર 1% ચાર્જ તેમજ 18% GST ચૂકવવો પડશે.
આ પણ વાંચો: પાંદડા વીણી ડસ્ટબિનમાં નાંખે છે મોહિની ગૌડા… કર્ણાટકમાં PM મોદીએ મળવા બોલાવ્યા
આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
બેંકોએ આ ચાર્જ બે મુખ્ય કારણોસર લાદવાનો નિર્ણય કર્યો છે. સૌપ્રથમ યુટિલિટી બિલ પર વસૂલવામાં આવતા નીચા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) છે. MDR એ દરેક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવતો ચાર્જ છે. આ ચાર્જ યુટિલિટી બિલ પર સૌથી ઓછો છે. તેથી, જો વીજળી અને પાણી જેવા બિલો ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવવામાં આવે તો બેંકને ઓછા પૈસા મળે છે. બીજું, બેંકોને એવી માહિતી મળી હતી કે કેટલાક ઉદ્યોગપતિઓ બિઝનેસ સંબંધિત યુટિલિટી બિલ ચૂકવવા માટે તેમના વ્યક્તિગત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
ગ્રાહકો પર શું અસર થશે?
આ ફી લાદવામાં આવ્યા બાદ યુટિલિટી બિલ ભરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. જો તમે હજુ પણ ક્રેડિટ કાર્ડ દ્વારા બિલની ચુકવણી કરવા માંગો છો, તો ઘણી બેંકો ફી માફ કરવાની ઓફર કરી શકે છે. આ સિવાય તમે UPI, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા પણ યુટિલિટી બિલ પેમેન્ટ કરી શકો છો. આ પદ્ધતિઓ દ્વારા ચુકવણી કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.