September 8, 2024

ઝડપથી વાળ ખરી રહ્યા છે? આ હોઇ શકે છે કારણો

Hair Loss Causes: આજના સમયમાં મોટા ભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય જ છે. જેમાં ખાસ કરીને મહિલાઓને વાળ ખરવાની સમસ્યા વધારે રહેતી હોય છે. એક દિવસમાં 50થી 100 વાળ ખરવા સામાન્ય છે. પરંતુ જો તેનાથી પણ વધારે વાળ ખરે છે તો તે ટેન્શનની વાત કહી શકાય. જેના માટે ઘણા કારણો હોય શકે છે. મહિલાઓને વાળ ખરવા તે સમાન્ય ના કહી શકાય. આવો જાણીએ સ્ત્રીઓમાં ઝડપથી વાળ ખરવા પાછળના આ કારણો.

વાળ ખરવાના કારણો

ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા પછી પણ મહિલાઓના વાળ ઝડપથી ખરવાની સમસ્યા થઈ જાય છે. અમૂક મહિલાઓને ગર્ભાવસ્થા સમયે જ વાળ ખરવા લાગે છે. જેનું કારણ એ છે કે શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય છે. જેની અસર વાળ પર થાય છે. જેને દુર કરવા માટે તમારા આહાર પર ધ્યાન આપો. તમને પોષક તત્વો મળે એવો આહાર ખાવાનું રાખો. જેના કારણે તમારા વાળ ખરતા તમે રોકી શકો છો.

તણાવ લેવો
તણાવ લેવાના કારણે તમે ઘણી સમસ્યાને ભેટી શકો છો. જો તમે તણાવ લો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પણ તણાવ લો છો. તો તમારા શરીરને ઘણું નુકશાન થઈ શકે છે. સ્ટ્રેસ મેનેજ કરીને, યોગ અને મેડિટેશનનો સહારો લો. જેના કારણે તમે તમારા વાળને ખરતા અટકાવી શકો છો.

આ પણ વાંચો: મુંબઈમાં ભયંકર પાણી ભરાય જાય છે તો લંડનમાં કેમ નહીં? સમજવા જેવી સિસ્ટમ

પોષણની ખામીઓ
શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો પણ તમારા વાળ ખરી શકે છે. જેના કારણે તમારા રોજિંદા જીવનમાં એવો ખોરાક ખાવાનું રાખો કે જેમાંથી તમને ભરપૂર પોષક મળે. જેના કારણે તમારા વાળની સાથે તમારી સ્કિનને પણ ફાયદો થશે. તમારા આહારમાં વિટામિન બી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. ફણગાવેલા અનાજની માત્રામાં વધારો. ફળો ખાવાનું રાખો. લીલા શાકભાજી ખાવાનું રાખો. જેના કારણે તમારા શરીરમાં પોષણની ખામી દુર થશે.

થાઇરોઇડની સમસ્યા
થાઇરોઇડ હોર્મોન્સમાં ગરબડને કારણે પણ મહિલાઓને વાળ ખરવાની સમસ્યા થઈ જતી હોય છે. થાઇરોઇડ હોર્મોન્સમાં વધઘટને કારણે, આવશ્યક પ્રોટીન અને એમિનો એસિડની ઉણપ છે. જેના કારણે મહિલાઓને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. જો તમને પણ થાઇરોઇડની સમસ્યા છે તો તમે તેની સારવાર કરાવીને તેને દુર કરી શકો છો. જો તમે સારવાર નહીં લો તો તમારા વાળ ખરતા જ રહેશે.