આ સાત ખેલાડીએ પહેલીવાર ICC ટ્રોફીનો ખિતાબ જીત્યો, ક્રિકેટ કરિયરને લાગ્યા ચાર ચાંદ

Champions Trophy 2025: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડની ટીમને ચાર વિકેટથી હાર આપીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. ન્યુઝીલેન્ડે આપેલ 252 રનનો લક્ષ્યાંક ટીમ ઈન્ડિયાએ સરળતાથી પાર કરી લીધો હતો. ખાસ વાત તો એ છે કે ટીમ ઈન્ડિયા એક પણ મેચમાં હાર વગર ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. તમને જણાવી દઈએ કે . ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં 7 ખેલાડીઓ હતા જેમણે પહેલી વાર ટાઇટલ જીત્યું છે.
આ પણ વાંચો: દિલ તો બચ્ચા હૈ જીઃ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ગાવસ્કર મન મૂકીને નાચ્યા
આ ખેલાડીઓએ પહેલીવાર ICC ટાઇટલ જીત્યું
વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અને વરુણ ચક્રવર્તીએ ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતતા પોતાના કરિયરમાં એક સુવર્ણ પાનું ઉમેર્યું છે. આ ખેલાડીઓએ પોતાની કારકિર્દીમાં પહેલીવાર ICC ટાઇટલ પ્રાપ્ત કર્યું છે. શુભમન, કેએલ રાહુલ અને શમીએ પણ 2023 ના ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમી હતી. પરંતુ ત્યારબાદ ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.