November 17, 2024

શિયાળામાં તમારા શરીરને Detox કરશે આ 5 Magical ડ્રિંક

Best Detox Drinks

શિયાળામાં સામાન્ય દિવસો કરતા વધારે ભૂખ લાગે છે. આથી આપણે રેગ્યુલર કરતા વધારે જમી લઈએ છીએ. ગરમા ગરમ અને ટેસ્ટી ફૂડની લાઈમાં આપણે ઘણી વખત હદથી વધારે ખાવાનું ખાઈ લઈએ છીએ. આ બધુ ભોગવવાનું તો આપણા પાંચનતંત્રને જ છે. તો જીભની સાથે આપણે આપણા પાંચનતંત્રને પણ એટલુ જ ખુશ રાખવું પડશે. આથી શિયાળામાં આપણા પેટને સાફ અને સ્વસ્થ રાખવા માટે આપણે તેને ડિટોક્સ કરવું પણ જરૂરી છે. તો ચાલો આજે કેટલાક ખાસ શિયાળાના ડિટોક્સ ડ્રિંક વિશે જાણીએ…Green Teaગ્રીન ટી
જો તમે તમારા શરીરને ડિટોક્સ કરવા માંગતા હો તો તમે શિયાળાની સવારમાં મસાલા વાળી ચાની જગ્યાએ તમે ગ્રીન ટીને પી શકો છો. ગ્રીન ટીમાં એન્ટીઓક્સિટેન્ડ અને કંપાઉન્ડ રહેલા છે. જે શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લીવરમાં પણ ઘણી મદદરૂપ રહે છે. તમે તમારી ગ્રીન ટીમાં લેમન ફ્લેવરનો ઉપયોગ પણ કરી શકો છો. જે તમારા સ્વાસ્થયની સાથે સ્વાદમાં પણ સારી સાબિત થશે.Fiber Rich Food Drinks

આ પણ વાંચો:કડવી મેથીની મીઠી વાત

ફાઈબર રિચ ફૂડ ડ્રિંક
ફાઈબર રિચ ફૂડ ડ્રિંક પણ તમારી બોડીને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે. તમે તમારા મનગમતા ફળો, શાકભાજી અને અનાજને એકસાથે ક્રશ કરીને ફાયબર ડ્રિંક બનાવી શકો છો. ફાઈબર ડ્રિંક બનાવતા પહેલા તમે જે અનાજનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તેને એક રાત પહેલા પાણીમાં પલાળીને રાખવું અને એજ પાણીમાં બીજી વસ્તુને ઉમેરીને ડ્રિંક બનાવવુંHerbal Teaહર્બલ ચા
એક સારી હર્બલ ચા તમારા શરીરને ખુબ જ સારી રીચે ડિટોક્સ કરી શકે છે. તે ડેન્ડિલિયન કે પેપરમિંટની હર્બલ ચાનું સેવન કરી શકો છો. બોડીને ડિટોક્સ કરવાની સાથે સાથે આ ટી તમારા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.Lemonadeઆ પણ વાંચો: લક્ષદ્વીપ જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ ખાસ વાંચો…

લીંબુ પાણી
શરીરને ડિટોક્સ કરવા માટે લીંબુ પાણી પણ સારો વિકલ્પ છે. જો તમે તમારા દિવસની શરૂઆત લીંબુ અને ગરમ પાણી સાથે કરો છો તો તમારો આખો દિવસ ફ્રેશ અને ડિટોક્સ રહે છે. આ ઉપરાંત લીંબુમાં વિટામીન સી અને સાઈટ્રિક એસિડ મળે છે જે પાચન શક્તિને વધારે છે. આ ઉપરાંત તમે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી શરીરને ડિટોક્સની સાથે ચરબીમાં પણ ઘટાડો કરવામાં મદદરૂપ બને છે.