July 2, 2024

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત્, 31 મે સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે

આગામી 3 દિવસ 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.

Gujarat Weather Update: ગુજરાત સહિત દેશ આખામાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. એપ્રિલ માસ બાદ મે મહિનામાં દેશના ઘણા વિસ્તારોમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે લોકો હવે વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો હાલ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ તાપમાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરીઓ ઉડશે અને આ દરમિયાન આ ચારેય જિલ્લાઓમાં 31 મે સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે. ધૂળની આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે. ત્યાં જ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનો અનુભવ થશે.

મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
આજે વહેલી સવારે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જેમાં ટીંટોઇ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો આવ્યો હતો. જોકે આ દરમિયાન આકાશમાંથી કમોસમી વરસાદ વરસે તેવી ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. જોકે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ચોમાસું વહેલું ચોમાસું વહેલું
દેશના દરેક વિસ્તારમાં હાલ ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે કંટાળી ગયા છે. ભારે ગરમીના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ગરમીથી કંટાળીને લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ ગરમીથી તમને જલ્દી રાહત મળી શકે છે. કારણ કે નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે. જેના કારણે થોડા જ દિવસોમાં તે ભારતમાં આવી જશે. મહત્વની વાત એ છે કે તમામ હવામાન નિષ્ણાતે જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું વહેલું છે.