January 8, 2025

સરકાર દાળના વેપારીઓ પર નિયંત્રણ લાદવાની તૈયારીમાં

Inflation in India: ઓવરઓલ મોંઘવારીની વચ્ચે હવે દાળની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે. કેટલાક બજારોમાં દાળની કિંમતોમાં થયેલા વધારાના કારણે સરકાર સતર્ક થઈ ગઈ છે. હવે સરકાર દાળના વેપારીઓ ઉપર નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, સરકાર દાળના વેપારીને કેટલીક દાળના સ્ટોક્સના ખુલાસા કરવા અનિવાર્ય કરી શકે છે. જેમાં તુવેર દાળ, અડદની દાળ અને ચણાની દાળનો સમાવેશ થાય છે. સરકાર મોટા વેપારીઓ અને નાના છુટક વેપારીઓને સ્ટોકનો ખુલાસો કરવાનું ફરજિયાત કરશે. જેનાથી સ્ટોકને મેનેજ કરવા અને દાળની કિંમતોને કાબુમાં કરવા માટે સરકારને મદદ મળી શકે છે.

અડદની દાળના ભાવમાં તેજી
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અલગ અલગ દાળના ભાવમાં વધારો થયેલો જોવા છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ અડદની દાળની કિંમતોમાં વધારો થયો છે. એક મહિનાની તુલનામાં દાળની કિંમતોમાં 100 રૂપિયા સુધી વધારો જોવા મળ્યો છે. બધી જ દાળોમાં અડદની દાળમાં સૌથી વધારે ભાવ વધ્યા છે. સરકારના આંકડાઓ અનુસાર, હાલ અડદની દાળની સરેરાશ કિંમત 160 રુપિયા કિલો છે. મગ અને મસુર દાળની કિંમતોમાં આવી તેજી જોવા મળે છે.

આ પણ વાંચો: TMC નેતાના ઘરે તપાસમાં માટે પહોંચેલી NIAની ટીમ પર હુમલો

દાળની કિંમતોમાં આટલો વધારો
દાળની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં કઠોળનો જથ્થાબંધ ફૂગાવો 16.06 ટકા હતો. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત મોંઘવારી ફેબ્રૂઆરી મહિનામાં વધીને 18.48 ટકા પર પહોંચી છે. ઓવરઓલ મોંઘવારીમાં ભલે ઘટાડો આવ્યો હોય, પરંતુ દાળોની કિંમત પર સમય રહેતા કાબુમાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ સમસ્યા વધી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં છૂટક ફુગાવોના દર ઓછા થઈને 5.09 ટકા પર આવી ગયો છે.

આજ મહિને ચૂંટણીની શરૂઆત
દાળની કિંમતો એવા સમયે વધી રહી છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થશે. જેમાંથી પહેલા તબક્કાનું મતદાન આ મહિને જ થવા જઈ રહ્યું છે. છેલ્લા તબક્કાનું મતદાન જુન મહિનાના પહેલા અઠવાડિયામાં પુરા થશે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકાર દાળની કિંમતોને નિયંત્રણમાં રાખવાના પ્રયત્ન કરી રહી છે