December 22, 2024

ટીમ ઈન્ડિયાની નબળા પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

Team India Mens: ભારતીય ક્રિકેટ ટીમ આજે બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોઈને કોઈને ભરોસો નહીં આવે. ટીમ ઈન્ડિયાના ચાહકો તેનું આ પ્રદર્શન જોઈને ચોક્કસ ઉદાસ તો હશે જ. પરંતુ સોશિયલ મીડિયા પર કંઈક એવું થઈ રહ્યું છે, જે તમારા ઉદાસ ચહેરા પર સ્મિત લાવી શકે છે.

સોશિયલ મીડિયા પર કંઈક અલગ જોવા મળ્યું
ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચમાં 46 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમના પાંચ એવા ખેલાડીઓ એવા હતા કે જે 1 પણ રન બનાવી શક્યા નથી. ત્રણ બેટ્સમેન એવા હતા કે ચોગ્ગા ફટકારવામાં સફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો ફની મીમ્સ બનાવી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો આજે સૌથી ઓછો સ્કોર બન્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર પણ આ વાત ઘણી ટ્રેન્ડ જોવા મળી હતી. લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. લોકો અલગ અલગ પ્રકારની મીમ્સ બનાવી રહ્યા છે અને મજાક પણ બનાવી રહ્યા છે. હવે આગામી સમયમાં હવે ટીમ ઈન્ડિયા કેવી રીતે મેનેજ કરે છે તે હવે જોવાનું રહ્યું. પરંતુ આજના દિવસે ટીમ ઈન્ડિયાનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું.