YouTube Shorts બનાવનારને હવે મજા જ મજા!
અમદાવાદ: જો તમે યુટ્યુબ પર તમે વીડિયો બનોવો છો? તો તમારા માટે આકર્ષક સુવિધા આવી ગઈ છે. જેમાં તમે YouTube પર શોર્ટ્સ વીડિયો બનાવતા હશો તો એ તમારા માટે છે. શોર્ટ્સ પર તમને સૌથી મજેદાર સુવિધા મળવા જઈ રહી છે. જાણો શું હશે તે સુવિધા જાણો અમારા આ અહેવાલમાં.
શોર્ટ્સ વીડીયો લોકોની પંસદ
આજના સમયમાં લોકો હવે સૌથી વધારે ઉપયોગ યુટ્યુબનો કરી રહ્યા છે. જેમાં હવે યુટ્યુબ પર શોર્ટ્સ વીડીયો વધુને વધુ લોકપ્રિય થયા છે. મોટા ભાગના લોકો હવે શોર્ટ વીડિયો જોવા પસંદ કરે છે. જેના કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ શોર્ટ્સ વીડિયો તરફ વળ્યા છે. તેઓ પણ એવા કન્ટેન્ટ પીરસી રહ્યા છે કે જેના કારણે લોકોની પહેલી પસંદ શોર્ટ્સ વીડીયો બની ગયા છે. કંપની શોર્ટ્સ વિડિયો ક્રિએટર્સ માટે થોડા થોડા સમયમાં અપડેટ લાવતું રહે છે.
તમને મળશે આ લાભ
યુટ્યુબે હવે શોર્ટ્સ વિડિયો સર્જકોને રીમિક્સ નામનું એક મજેદાર ફીચર આપ્યું છે. ટિક-ટોકના પ્રતિબંધ બાદ શોર્ટ્સ બનાવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ટિક-ટોક સાથે સ્પર્ધા કરવા માટે હવે ગૂગલે તેના શોર્ટ્સ વિડિયો વિભાગમાં નવી નવી સુવિધાઓ એડ કરતું રહે છે. જેના કારણે લોકો YouTube Shortsથી હટી ના શકે. શોર્ટ્સમાં તેમના મનપસંદ મ્યુઝિક વીડિયોને સરળતાથી રિમિક્સ કરી શકશે અને તેની સાથે તમે તેમાં તમારા મન પસંદ ગીતની સાથે તમારે વીડિયો જે રીતે કટ કરવો હશે તેવી રીતે તમે કરી શકશો.
રિમિક્સ ફીચરમાં વિકલ્પો
YouTube એ મ્યુઝિક વિડિયો પેજ પર શેર વિભાગમાં એક નવું રીમિક્સ બટન ઉમેર્યું છે. આ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે તરતી વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં તમને ચાર વિકલ્પો દેખાશે. પહેલો વિકલ્પ સાઉન્ડનો હશે, બીજો વિકલ્પ સહયોગ વિકલ્પનો હશે જેમાં તમે સ્પ્લિટ સ્ક્રીન સાથે શોર્ટ વીડિયો બનાવી શકો છો. ત્રીજો વિકલ્પ ગ્રીન સ્ક્રીનનો હશે – આમાં તમે તમારા શોર્ટ વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક અને વીડિયોનો ઉપયોગ કરી શકશો. તેનો ચોથો અને છેલ્લો વિકલ્પ કટ હશે જેમાં તમે કોઈપણ વિડિયોમાંથી 5 સેકન્ડની ક્લિક કાપી શકો છો.