રૂમ અને પાઇપ લાઈનમાં બોમ્બ છે…. વડોદરામાં અલકાપુરીની એક્સપ્રેસ હોટેલને ધમકી
Vadodara: વડોદરામાં નવરચના સ્કૂલ બાદ હવે અલકાપુરીની એક્સપ્રેસ હોટેલને ધમકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. હોટલને ઈ-મેલ કરવામાં આવ્યો હતો. જેમા લખ્યું હતું કે, રૂમ અને પાઇપ લાઈનમાં બોમ્બ છે અને જે રીમોટથી બ્લાસ્ટ થઈ શકે છે.
મળતી માહિતી અનુસાર વડોદરાની અલકાપુરીની એક્સપ્રેસ હોટેલને ધમકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. હોટલને ઈ-મેલ કરવામાં આવ્યો હતો. જેમા લખ્યું હતું કે, રૂમ અને પાઇપ લાઈનમાં બોમ્બ છે અને જે રીમોટથી બ્લાસ્ટ થઈ શકે છે. 26 જાન્યુઆરી પૂર્વે ધમકી ભર્યો મેલ મળતા ફરી દોડધામ મચી છે. બોમ્બ સ્કવોડ,ડોગ સ્કવોડની તપાસના અંતે હાલ કઈ મળ્યું નથી. Manikavasagamramalingam@outlook.કામ પરથી મેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉના મેલની જેમ માણિકવસગમ રામલિંગમ જેવીજ પેટર્નનો ઉપયોગ કરાયો છે. 48 કલાક બાદ પણ ધમકી આપનાર શખ્સ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો: તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને, ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો…