July 8, 2024

કુવૈતમાં યાતનાઓ ભોગવી માંડમાંડ પરત ફરેલા સાબરકાંઠાના યુવાનોએ વર્ણવી આપવીતી

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ ગામના બે યુવકોને કુવૈતમાં જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. આ બંને યુવકો આખરે કુવૈતથી વાયા મસ્કત દિલ્હી થઈ વતન પરત ફર્યા હતા. જોકે, ભારતીય દૂતાવાસ દ્વારા કોઈપણ પ્રકારનો સહયોગ કરવામાં ન હોવાના આક્ષેપ સાથે પ્રધાનમંત્રીની હજુ પણ કુવેત રહેલા લોકોને છોડાવવા વિનંતી કરવામાં આવી છે.

સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ ગામના બે યુવકો ગત રાત્રીએ સાબરકાંઠાના હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં તેમને છેલ્લા 18 દિવસમાં વિવિધ યાત્રાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા અપાઈ નથી. સાથોસાથ કુવેત વહીવટી તંત્ર દ્વારા પારાવાર યાતનાઓ આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું, ’17 વર્ષથી અમારી પાસે લીગલી પાસપોર્ટ હોવા છતાં અમારો પાસપોર્ટ જપ્ત કરી લઈ ઇમર્જન્સી ટેમ્પરરી પાસપોર્ટ આપીને અમને પરત મોકલી દેવાયા છે. જોકે કુવેત પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ ભારે હેરાનગતિ કરવામાં આવે છે. જે ભોજનથી લઇ દવાઓ સુધીનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રખાયું નથી.

સાથો સાથ ભારતીય દૂતાવાસની હાજરીમાં મારપીટ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કુવૈત તંત્ર દ્વારા બંધક બનાયાની સ્થિતિમાં છે ત્યારે ભારતના ગૃહમંત્રી તેમજ વડાપ્રધાનની આ મમલએ દખલગીરી કરી તમામ લોકોને છોડાવવા વિનંતી કરી છે.