December 23, 2024

કડાણા ડેમના દરવાજાઓનું કામ ચોમાસા દરમિયાન પણ ચાલુ, તંત્ર ઘોર નિંદ્રામાં

મહીસાગર: રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે ત્યારે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મહીસાગરના કડાણા ડેમના દરવાજાઓનું કામ ચોમાસા દરમિયાન પણ ચાલુ છે. ચાલુ વરસાદમાં 125 મીટર ઉંચેથી નદીમાં પડતા ધોધની જગ્યાવાળા નદીના ભાગમાં કોકરેટિંગની કામગીરી કરાઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2020માં પણ લગભગ 20 કરોડથી વધુના ખર્ચે આ જગ્યાએ રીપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ વર્ષે પણ આ જ જગ્યાએ ડેમનો મુખ્ય ભાગ હોવાના કારણે ફરીથી 23 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન એવો સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે કે, જ્યારે ડેમમાં નવા નીરની આવક થશે અને પાણીનો પ્રવાહ વધશે ત્યારે તંત્ર શું કરશે. વહેલી તકે કામ પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.

આમ તંત્ર દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ડેમના મુખ્ય ભાગમાં કોકરેટિંગની કામગીરી કરાઇ રહી છે જે પૈસાનો વેડફાટ હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.