December 21, 2024

‘મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ…’ અમરેલીની ગાયિકાઓનો સ્વર અમેરિકામાં પડઘાયો

women’s day 2024: બાર ગામે બોલી બદલાય… આ ગુજરાતી કહેવત આમ તો લખવા-બોલવા બંનેમાં લાગુ પડે છે. સૌરાષ્ટ્રનો મીઠડો લહેકો ભલભલાને સુરાતન ચડાવી દે. પણ સૌરાષ્ટ્રની બોલીથી ગવાયેલા ગીતનો પડઘો સાત સમંદર પાર સુધી પડઘાયો છે. અમરેલી જિલ્લામાંથી ત્રણ કોકિલ કંઠી કહી શકાય એવી ગાયિકાએ ગુજરાતી ગીતથી દુનિયામાં દરેક ગુજરાતીને ગૌરવ અપાવ્યું છે. ચાલો જાણીએ આ ગુજરાતી ગાયિકાઓની સુરીલી સફરને શબ્દોના સથવારે…

મીના પટેલ

મોટાભાગના લોકોએ સવારમાં જે પ્રભાતિયામાં અવાજ સાંભળ્યો હશે તે સ્વર બીજા કોઈનો નહીં પરંતુ મીના પટેલનો હતો. મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેમનું નિધન 56 વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું. સવાર પડતાં જ જેનો સ્વર સાંભળવા મળે તે મીના પટેલ. રાજ્ય સરકાર દ્વારા મીના પટેલને તેમને ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને શું બિમારી હતી જેના કે જેના કારણે તેમનું નિધન થયું તે વિશે કોઈ જાણવા મળ્યું નથી. તમને જણાવી દઈએ કે મીનાબેને મોટાભાગે લોકગીતો, પ્રભાતિયા અને અર્વાચીન ગીતો વધુ ગાયા છે.

દિવાળીબેન ભીલ


દિવાળીબેન ભીલને ગુજરાતની કોયલની ઉપમા મળી છે. તેમને નામના લોકગીતો થકી મળ્યું છે. દિવાળીબેનનો જન્મ અમરેલીના ધારીમાં આવેલા દલખાણીયા ગામમાં થયો હતો. નાના એવા ગામડામાંથી આવતા દિવાળીબેન ભીલ આખા ગુજરાતમાં પોતાના સ્વરથી પ્રખ્યાત થયા હતા. કહેવાય છે ને પહેલી શિક્ષક તમારીમાં માં જ હોય છે. તેઓ માતાથી પ્રેરિત થઈને બહુ જ નાની ઉંમરમાં ગાવાની શરૂઆત કરી હતી. આજે તેઓ નથી એમ છતાં દરેક ગુજરાતીને તેમનો સ્વર હમેંશા મિસ થતો રહેશે. તેમના સ્વરની ખોટ કદાચ કોઈ પૂરી નહીં કરી શકે. તળપદી શબ્દો હોવા છતાં તેમણે પોતાની એજ ખાસિયત બનાવીને નામના બનાવી છે.

અલ્પા પટેલ

અલ્પા પટેલ આજના સમયના ગાયક કલાકાર છે. પટેલ સમાજનું નામ તેમણે રોશન કર્યું છે. તેઓ અમરેલીમાં આવેલા બગસરાના મુંઝીયાસર ગામના છે. તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ જયારે 1 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. નાનપણમાં પિતાનું અવસાન થતા ઘર પર મોટી આફત આવી પડી હતી. જેના કારણે તેમનો ઉછેર તેમના મામાના ઘરે થયો હતો. 10 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરી હતી. અલ્પા પટેલ માં ખોડલ પર વિશ્વાસ રાખે છે. તેમણે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’, ‘ચાર ચાર ધામની મા ખોડલની આરતી’, જેવા અનેક ગીતોથી નામના મેળવી છે. આજે તેમનો અવાજ દેશ નહીં પરંતુ દુનિયામાં ગૂજીં રહ્યો છે.