સૈયદપુરા ગણેશ પંડાલના પથ્થરબાજો જેલના સળિયા પાછળ ધકેલાયા

સુરત: સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મામલે હવે તમામ પથ્થરબાજોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. સૈયદપુરા ગણેશ પંડાલ મામલે ધરપકડ કરવામાં આવેલ 24 પથ્થરબાજોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 24 માંથી 4 આરોપીના પોલીસે ફરધર રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે 4 આરોપીના ફરધર રિમાન્ડ નામંજૂર કર્યા હતા. સુનાવણી બાદ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
4 આરોપીના ફરધર રિમાન્ડની માંગ કરતાં પોલીસે રજૂઆત કરી હતી કે આ ચાર આરોપીઓ સ્થાનિક વિસ્તારમાં ન રહેતા હોવા છતાં પોલીસને ખોટી માહિતી આપી હતી. તેમજ, પોલીસને તપાસમાં સહકાર આપતા ન આપતા હોવાની વાત પણ કહી હતી. તેમજ વિવિધ 5 મુદ્દાઓ રજૂ કરીને ફરધર રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચાર આરોપીઓના વધારાના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે
પોલીસ દ્વારા વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરતાં બચાવ પક્ષના વકીલે દલિલોનો વિરોધ કર્યો હતો. પોલીસે આરોપીઓ ગુજરાત બહારના હોવાનું કહી રિમાન્ડ માંગ્યા હતા. બાદમાં, કોર્ટે 4 આરોપીના ફરધર રિમાન્ડ નામંજૂર કર્યા હતા. સુનાવણી બાદ તમામ 24 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.