Stock Market Trading: આજે શનિવારે પણ ખુલ્લું રહેશે શેરબજાર, જાણો કેમ?
Stock Market Trading: આજે શનિવાર 28 સપ્ટેમ્બરે શેરબજાર સામાન્ય દિવસોની જેમ ખુલ્લું રહેશે. પરંતુ આ કોઈ સામાન્ય દિવસ નથી. આવામાં હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવતો હશે કે શું તમે આજે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો અને શેર ખરીદી શકશો? ચાલો જાણીએ તેના વિશે અને એ પણ જાણીએ કે આજે રજાના દિવસે શેરબજાર કેમ ખુલશે…
શેરબજાર શા માટે ખુલ્લું છે?
NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) આજે એક મોટું પરિક્ષણ કરી રહ્યું છે. ખરેખરમાં આ ટ્રેડિંગ NSEની ડિઝાસ્ટર રિકવરી સાઇટ દ્વારા કરવામાં આવશે. જેથી કરીને કટોકટીની સ્થિતિમાં પણ એક્સચેન્જની સેવા સરળતાથી ચાલી શકે. આ પરીક્ષણ દ્વારા NSE એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે જો આવી પરિસ્થિતિ ક્યારેય ઊભી થાય તો રોકાણકારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. NSEના નિવેદન અનુસાર, શનિવારે મોક ટ્રેડિંગ સેશન બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો: IIM-અમદાવાદની લાઈફ સ્ટાઈલ અને શેડ્યૂલ વિશે નવ્યા નવેલી નંદાએ આપ્યો જવાબ
શું તમે આજે શેર ખરીદી અને વેચી શકો છો?
જી હા, આજે તમે શેર ખરીદી અને વેચી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આ એક ખાસ ટેસ્ટ છે. તેથી તમે સામાન્ય દિવસોની તુલનામાં કેટલીક અલગ વસ્તુઓ જોઈ શકો છો. ત્યાં જ NSE એ T+0 સેટલમેન્ટ લાગુ કરવાનો નિર્ણય પણ મુલતવી રાખ્યો છે. મતલબ કે શેર ખરીદ્યા પછી પણ તમને બીજા દિવસે શેર મળશે.
T+0 સેટલમેન્ટ શું છે?
T+0 સેટલમેન્ટનો અર્થ એ છે કે જે દિવસે તમે શેર ખરીદો છો, તે દિવસે તમને શેર મળે છે અને વેચનારને પૈસા મળે છે. હાલમાં T+0 સેટલમેન્ટ બંધ કરવામાં આવ્યું છે. NSE હજુ પણ T+0 સેટલમેન્ટ સિસ્ટમને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે આ વ્યવસ્થામાં કોઈ ખામી ન હોવી જોઈએ.