December 19, 2024

જે સ્ટેડિયમમાં Bharat અને Pakistan વચ્ચે મેચ રમાઈ તેને તોડી પાડવામાં આવશે

T20 WC 2024: ભારત અને અમેરિકા વચ્ચેની ગ્રુપ A મેચ પછી, ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમને તોડી પાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ પહેલું મોડ્યુલર ક્રિકેટ સ્ટેડિયમ છે જેનું નિર્માણ વર્ષ 2023માં કરવામાં આવ્યું હતું.

યજમાની કરવાનો નિર્ણય લીધો
ICC એ વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપ 2024 ની યજમાની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ઇવેન્ટની મેચ અમેરિકામાં રમાવાની હતી. આ માટે આઈસીસીએ શરૂઆતમાં ફ્લોરિડા અને ટેક્સાસના મેદાનની પસંદગી કરરવામાં આવી હતી. પરંતુ બાદમાં ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં પણ મેચ રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મેદાનની પાછળ આઈસીસીએ લગભગ 248 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હાલ તેને તોડી પાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની જીત થતા પાકિસ્તાનની ટીમ ખુશ, જાણો કેમ?

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ 106 દિવસમાં પૂર્ણ થયું
નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ સપ્ટેમ્બર 2023 માં કરવામાં આવ્યું હતું, તેને બનતા 106 દિવસ જેટલો સમય લાગ્યો હતો. પરંતુ તેને માત્ર 6 અઠવાડિયામાં તોડી નાંખવામાં આવશે.ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2024ની કુલ 8 મેચ રમાઈ છે. જેમાં બોલોરોનો વધારે દબદબો જોવા મળ્યો હતો. આ મેદાન પર સૌથી વધુ સ્કોરની વાત કરવામાં આવે તો એક ઇનિંગ્સમાં 137 રનનો હતો, જે કેનેડાની ટીમે આયર્લેન્ડ સામેની મેચમાં કર્યો હતો. આ સ્ટેડિયમમાં ભારત અને અમેરિકાની છેલ્લી મેચ રમાઈ હતી. જે મેચમાં ટીમ ભારતની જીત થઈ હતી. આ બાદ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપના સુપર 8માં જગ્યા બનાવી લીધી હતી.