January 18, 2025

જતાં જતાં મેઘતાંડવથી સાવરકુંડલાના ખેડૂતોની સ્થિતિ કફોડી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામાં સતત વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગઈકાલે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં ભારે ભવન સાથે મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોની કફોડી સ્થિતિ થઈ છે.

સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોના લુવારા ગોરડકા મેરિયાણા સહિતના ગામના ગઈકાલ બપોર બાદ ભારે પવન સાથે અનરાધાર વરસાદ વરસતા ગોરડકા ગામના ખેડૂતોના કપાસ મગફળી ડુંગળી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોચ્યું છે ભારે પવનના કારણે રસ્તાઓ પર મોટા વૃક્ષ ઢળી પડ્યા છે. સાથે જ, પવનના કારણે ખેડૂતોના કપાસનો ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોએ મગફળીના પાક કાઢી લીધા હતા તેના પર સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે, ગઈકાલે ભારે વરસાદને કારણે મગફળીના પાથરાવો વરસાદી પાણીમાં તરબોળ થયા હતા. ત્યારે, આ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે કુદરતે છીનવી લીધો હોય તેવો ઘાટ ઘડાયો છે.

ચોમાસાની સિઝનનો વાવણીનો ખુબ સારો એવો વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ હોશે હોશે મોંઘા ભાવના બિયારણ વાવી વાવણી કરી હતી મોંઘી દવા મોંઘી મજૂરી અને ખાતર ના ખર્ચો કરી રાત ઉજાગરા વેઠ્યા હતા સતત સાત આઠ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો મગફળીના પાક તૈયાર હતો અને તૈયાર પાક ઉપર સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે મગફળીના પાક ને નુકશાન ખેડૂતો ને વેઠવાનો વારો આવ્યો છે.

સાવરકુંડલાના ગોરડકા સહિતના આસપાસના ગામોમા ગઈકાલે બપોર બાદ વરસાદ ની સાથે ભારે પવન ફુંકાયો હતો ત્યારે ચાર વર્ષ પહેલા તોકતે વાવઝોડાની યાદ ખેડૂતો ને તાજી થઈ હતી ખેડૂતો તૈયાર થયેલ મગફળી નો પાક લાઈ રહ્યા હતા તેના ઉપર બપોર બાદ વરસાદ ખાબકતા ખેડૂતો ના મોઢે આવેલો કોળીયો કુદરત છીનવી લીધો હોય તેવી હાલત ખેડૂતો ની થઈ છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર આપે.