January 19, 2025

અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’નું બીજું ટ્રેલર રિલિઝ

અમદાવાદ: અજય દેવગણની આગામી ફિલ્મ ‘મેદાન’ 10ની એપ્રિલે રિલીઝ થશે. જેની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના રિલિઝ પહેલા અજય દેવગન સાથેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં અજય દેવગન સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરતા જોવા મળે છે. થોડા જ સમયમાં આ વીડિયો વાયરલ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય દેવગણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. તેઓ તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ ઉપરાંત વીડિયોમાં ભીડથી ભરેલું મેદાન પણ દેખાય છે. વીડિયોમાં અજય દેવગન કહે છે કે વિચાર એક છે, સમજ એક છે, હૃદય એક છે, મગજ એક છે, તેથી આજે 11 લોકો મેદાનમાં છે, પરંતુ માત્ર એક જ દેખાવ.

વિડિયો પણ 11 દિવસના કાઉન્ટડાઉન સાથે હતો. વીડિયો શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, ‘અગિયાર જ દિવસમાં મેદાનમાં ઉતરશે. ફૂટબોલ દ્વારા ભારતીય ઇતિહાસને બદલનાર કોચ સૈયદ અબ્દુલ રહીમની સાચી વાર્તા જુઓ. આ ઈદ પર 10મી એપ્રિલ 2024ના રોજ IMAXમાં પણ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: રણબીર કપૂર અને આલિયાની દીકરી બની દુનિયાનું સૌથી અમીર બાળક

ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તે ગુમનામ નાયક સૈયદ અબ્દુલ રહીમની સાચી વાર્તાની ઝલક આપે છે. જેમણે પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું અને ભારતને ગૌરવ અપાવ્યું. બાયોગ્રાફી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ એ કોચ સૈયદ અબ્દુલ રહીમ હેઠળ ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગને શ્રદ્ધાંજલિ છે, જેમાં 1951 અને 1962 એશિયન ગેમ્સમાં ટીમની જીતનું વર્ણન છે.