લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર
લોકસભાની ચૂંટણી: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત સહિતના 50 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર કોગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કરી છે. તમને જણાવી દઇએ કે, દિલ્હીથી કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો પોરબંદરથી લલીત વસોયાનું નામ સામે આવ્યું છે. આ સિવાય બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં જણાવીએ તો અનંત પટેલનું વલસાડની નામ જાહેર કરાયું છે.
લોકસભાની ચૂંટણીને લઇને વલસાડથી કેતન પટેલનું નામ જાહેર કરાયું છે. અમદાવાદ પશ્ચિમમાંથી ભરત મકવાણાનું નામ સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે. તો કચ્છથી નીતિશભાઇ લાલનનું નામ જાહેર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 7 માર્ચે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીને કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા હતા. જેમાં છત્તીસગઢમાંથી છ, કર્ણાટકમાંથી સાત, કેરળમાંથી 16, લક્ષદ્વીપમાંથી એક, મેઘાલયમાંથી બે, નાગાલેન્ડમાંથી એક, સિક્કિમમાંથી એક, તેલંગાણામાંથી ચાર અને ત્રિપુરામાંથી એક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસની પ્રથમ જાહેર કરેલી યાદીમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, અલપ્પુઝાથી કેસી વેણુગોપાલ, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયના વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા હતા. કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના હતા.
અપડેટ ચાલું છે….