PM મોદીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે બની ‘પ્રેરણા સ્કૂલ’… દેશભરમાંથી ભણવા આવે છે બાળકો

દેશના પીએ નરેન્દ્ર મોદીએ તેમનું બાળપણ ગુજરાતના વડનગરમાં વિતાવ્યું હતું. અહીંયા જે શાળા જ્યાં પીએમ મોદીએ અભ્યાસ કર્યો હતો તે કુમાર શાલા નંબર વન સ્કૂલ આજે પ્રેરણા સ્કૂલ તરીકે ઓળખાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ જે શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળા આજે હેરિટેજ સાઈટ પણ બની ગઈ છે. વડનગરની આ પ્રાથમિક શાળામાં ભારતભરમાંથી બાળકો અભ્યાસ માટે આવી રહ્યા છે. અભ્યાસની સાથે સાથે અહીં ભોજન અને રહેવાની સગવડ પણ ઉપલબ્ધ છે. માહિતી અનુસાર પીએમ મોદીએ આ શાળામાં 19મી સદીમાં અભ્યાસ કર્યો હતો જેથી આ શાળાને પ્રેરણાદાયી સ્થળ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. વડનગરની આ સયાજીરાવ ગાયકવાડે આ શાળા વર્ષ 1888માં બનાવી હતી.
સમગ્ર દેશમાંથી 10 વિદ્યાર્થીઓ એક સપ્તાહ માટે અભ્યાસ કરવા આવશે
આ પ્રેરણા શાળામાં દેશભરમાંથી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ એક અઠવાડિયા માટે અભ્યાસ કરવા માટે આવશે. માહિતી અનુસાર, જૂન 2023 માં દેશમાં પ્રથમ વખત કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે દેશના યુવાનોને પરિવર્તનના ઉત્પ્રેરક બનવા માટે પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવાની યોજના શરૂ કરી હતી. 15 જાન્યુઆરી 2024 થી 20 વિદ્યાર્થીઓ અહીં 7 દિવસના અભ્યાસ માટે આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દમણના વિદ્યાર્થીઓ આવ્યાં છે. વડનગરની આ પ્રેરણા શાળા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ નવ થીમ આધારિત અભ્યાસ કરશે
પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવ થીમ પર આધારિત અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં સ્વાભિમાન, વિવેક, હિંમત, પરિશ્રમ, સમર્પણ, કરુણા અને સેવા વગેરેના પાઠ ભણાવવામાં આવશે. આ અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓને ઈમાનદારી, શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સ્વતંત્રતા અને કર્તવ્યના પાઠ પણ ભણાવવામાં આવશે. અહીં ભણવા આવનાર વિદ્યાર્થીઓને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દાઓ સાથે ઈસરો જેવી સંસ્થાઓની સફળતા વિશે જણાવવામાં આવશે.