May 17, 2024

પગપાળા જવું પડશે પાવાગઢ, 6 દિવસ રોપ-વે સેવા રહેશે બંધ 

પાવાગઢ: ગુજરાતના પ્રસિદ્ધ એવા યાત્રાધામ પાવાગઢને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢમાં 18 થી 23 માર્ચ સુધી રોપ-વે સેવા બંધ રહેશે . નોંધનીય છે કે, મેઇન્ટેનન્સની કામગીરીને લઇ રોપ-વે સંવા બંધ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, 24 માર્ચથી રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.

6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે
મળતી માહિતી અનુસાર યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ રહેશે. મેઇન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપ વે સુવિધા શરૂ કરવામાં આવશે. જેને લઇને હવે ભક્તોએ માતાજીના દર્શન માટે ડૂંગર પર પદયાત્રા કરી જવું પડશે.

આગામી 24 માર્ચથી રોપ વે સુવિધા ફરી શરુ
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને આવતા ભક્તો રોપવે દ્વારા માતાના દર્શને જાયે છે. પરંતુ મેઇન્ટેનન્સ માટે 18 માર્ચથી 23 માર્ચ સુધી કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ચૈત્રી નવરાત્રીને લઈ ભકતો ઘસારો હોવાથી દર વર્ષે નવરાત્રી પહેલા રોપ વેનું એન્યુઅલ મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. પાવાગઢ ખાતે ડુંગર ઉપર જવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો રોપ વે સેવાનો લાભ લેતા હોય છે. 6 દિવસ રોપ વે બંધ રહેતા આ સમય દરમ્યાન મંદિર સુધી પગથિયાં ચઢી દર્શન કરવા જવું પડશે. આગામી 24 માર્ચથી રોપ વે સુવિધા ફરી શરુ થશે.