January 15, 2025

ગોલ્ડ લોન લેનારા સાવધાન! RBIની મોટી જાહેરાત, આ કંપનીઓ રડાર પર!

સોનાની કિંમતના 75% સુધી લોન આપી શકાય છે.

Gold Loan: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફિનટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા ગોલ્ડ લોનના વિતરણ અંગે બેંકોને ચેતવણી આપી છે. કેન્દ્રીય બેંકે સોનાના ભાવ નિર્ધારણની પ્રક્રિયાને લઈને સાવચેત રહેવા જણાવ્યું છે, ખાસ કરીને એવા કિસ્સામાં કે જ્યાં ગોલ્ડ લોન કંપનીઓના ફિલ્ડ એજન્ટો કામ કરતા હોય. દેશમાં RuPay, India Gold અને Oro Money જેવી ઘણી કંપનીઓ છે, જે બેંકો અને NBFC ને ગોલ્ડ લોનનું વિતરણ કરે છે. ગોલ્ડ લોન લેનારાઓ માટે આરબીઆઈની આ ચેતવણી IIFL ફાયનાન્સના ગોલ્ડ લોન બિઝનેસ પરના નિયમનકારી પગલાં પછી આવી છે.

RBIની ચેતવણી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ચેતવણી જાહેર કર્યા પછી બેંકો આ મુદ્દાઓને લઈને ફિનટેક કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. જો જરૂરી હોય તો બેંક આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અસ્થાયી ધોરણે ગોલ્ડ લોનનું વિતરણ અટકાવી શકે છે. જોકે RuPay ના સુમિત મણિયારે જણાવ્યું હતું કે બેન્કોએ ફિનટેક દ્વારા ગોલ્ડ લોન બંધ કરી નથી. આરબીઆઈના નિયમો અનુસાર, સોનાની કિંમતના 75% સુધી લોન આપી શકાય છે. પરંતુ ઘણી ફિનટેક કંપનીઓ, ગોલ્ડ લોન સિવાય ગ્રાહકોની લોનની માંગને પહોંચી વળવા વ્યક્તિગત લોન પણ આપે છે જે રિઝર્વ બેંક માટે ખતરાનું નિશાન બની શકે છે.