December 22, 2024

મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને મારપીટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટેની લાલ આંખ

સુપ્રીમ કોર્ટે ગુજરાતના પોલીસ અધિકારીને સવાલ કર્યો હતો કે તમે કઈ સત્તાથી લોકોને થાંભલા સાથે બાંધીને માર્યા? ગુજરાતના ખેડા શહેરમાં લોકો પર હુમલાના કેસમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ચાર પોલીસ કર્મચારીઓને 14 દિવસની કેદની સજા ફટકારી હતી. બીજી બાજુ આ મામલે પોલીસ કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ વિવાદની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી પરંતુ પોલીસ કર્મચારીઓ પર કડક ટિપ્પણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાતના ચાર પોલીસ અધિકારીઓને કોર્ટની અવમાનના અને જેલની સજામાંથી રાહત આપી છે અને તેમની સજા પરનો સ્ટે લંબાવ્યો હતો પરંતુ તેમના આ વર્તનને કારણે ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે પોલીસ કર્મચારીઓને ઠપકો આપતા કહ્યું કે, શું તમને કાયદા હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને મારવાનો અધિકાર છે?


પાંચ મુસ્લિમ યુવકોને માર મારવામાં આવ્યો હતો
જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી માટે પોલીસ કર્મચારીઓની અપીલ સ્વીકારી હતી. હાઈકોર્ટે આ ચાર પોલીસ કર્મચારીઓ પર ડીકે બાસુના સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે આ પોલીસ કર્મચારીઓ પર જનતાની સામે પાંચ મુસ્લિમો પર હુમલો કરવાનો આરોપ છે. આ ઘટના ખેડા જિલ્લાના આંધેલા ગામમાં બની હતી. કંટેપ્ટના કેસમાં આ ચાર પોલીસ કર્મચારીઓને હાઈકોર્ટે 14 દિવસની જેલની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ વિવાદની કાર્યવાહી પર રોક લગાવી હતી પરંતુ પોલીસ કર્મચારીઓ સામે કડક ટીપ્પણી કરતા કહ્યું હતું કે, તમારી આ કેવી ક્રૂરતા છે, તમે લોકોને થાંભલા સાથે બાંધીને માર મારશો અને પછી તમે કોર્ટની અપેક્ષા રાખો છો?

લોકોને થાંભલાઓ સાથે બાંધી શકો છો અને તેમને મારી શકો છો? : SC
આ પોલીસ કર્મચારીઓના વકીલે જણાવ્યું હતું કે આ પોલીસ કર્મચારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. બીજી બાજુ અરજદારના વકીલે આ વિવાદના કેસને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે તમારી પાસે આ કરવાની સત્તા છે? તમે લોકોને થાંભલાઓ સાથે બાંધી શકો છો અને તેમને મારી શકો છો? વધુમાં કહ્યું કે અને પછી તમે તેનો વીડિયો બનાવી શકો? જસ્ટિસ ગવઈએ કહ્યું કે દરેક પોલીસ કર્મચારીઓને ખબર હોવી જોઈએ કે ડીકે બાસુ ચુકાદામાં જણાવ્યા મુજબ પોલીસની ફરજ શું છે. બેન્ચે અપીલ સ્વીકારી લીધી અને કહ્યું કે આ કેસની સુનાવણી જલ્દી થવી જોઈએ. શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓને કસ્ટડીમાં રહેવાનો આનંદ લેવો જોઈએ અને પોતાના પોલીસ કર્મચારીઓના મહેમાન બનવું જોઈએ. પરંતુ બાદમાં હાઇકોર્ટે કંટેપ્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબર 2022ના રોજ આ ઘટના ખેડા જિલ્લામાં બની હતી. એક વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી જેમાં પોલીસ કર્મચારીઓએ કેટલાક લોકોને માર માર્યો હતો. માર મારવામાં આવેલા લોકો ચોક્કસ સમુદાયના હતા. ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર અટકાયત અને મારપીટના કેસમાં કંટેપ્ટ કાર્યવાહી શરૂ કરી હતી.