December 25, 2024

“સુશાસનની શક્તિ: ગુજરાતનું આર્થિક પરિવર્તન”, રાજ્યના GDPને લઈને હર્ષ સંઘવીનું ટ્વિટ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઇકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલે દેશના અને રાજ્યના GDP ના આંકડા જાહેર કર્યા છે. કાઉન્સીલે વર્ષ 1960-61 થી 2023-24 સુધીના આંકડા જાહેર કર્યા છે. કાઉન્સિલના આંકડા મુજબ ગુજરાતની GDPમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ પણ કર્યું છે.

ઇકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ સમગ્ર દેશમાં આર્થિક વિકાસમાં દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રદર્શન સારુ થયું છે. તો સાથે સાથે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ, પશ્ચીમ બંગાળ અને બિહારની GDP માં નોંધપાત્ર ઘટાડો થયો છે.

તો, ઇકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલના આંકડા મુજબ, ગુજરાતનું પ્રદર્શન સતત વધતુ રહ્યું છે. આંકડા મુજબ, ગુજરાતની GDP વર્ષ 1960-61માં 5.8 હતી. જે વર્ષ 2023-24માં વધીને 8.1 થઈ ગઈ છે. તો, પશ્ચીમ બંગાળની GDP વર્ષ 1960-61માં 10.5 હતી જે 2023-24માં ઘટીને 5.6 થઈ છે. ઉત્તર પ્રદેશની GDP વર્ષ 1960-61માં 14.4 હતી જે 2023-24માં ઘટીને 9.5 થઈ ગઈ છે. તો, બિહારની GDP માં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. બિહારની GDP વર્ષ 1960-61માં 7.8 હતી જે વર્ષ 2023-24માં ગંભીર રીતે ઘટીને 4.3 થઈ ગઈ છે.

તો, બીજી બાજુ, ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઇકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલના આંકડાઓને ટાંકીને ગુજરાતનાં GDP અંગે ટ્વીટ કર્યું છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરતાં લખ્યું છે, “સુશાસનની શક્તિઃ ગુજરાતનું આર્થિક પરિવર્તન. 2000માં, રાષ્ટ્રીય GDP માં બંગાળનો હિસ્સો 8.4% હતો. 2000 માં, રાષ્ટ્રીય GDP માં ગુજરાતનો હિસ્સો 6.4% હતો.

ગૃહમંત્રીએ વધુમાં લખ્યું કે, “આજે ફાસ્ટ ફોરવર્ડ થયું. વર્ષ 2002માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ સંભાળ્યું. ગુજરાત નવી ઊંચાઈએ પહોંચ્યું છે. 2024માં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનો હિસ્સો 8.1% છે. 2024માં રાષ્ટ્રીય GDP માં બંગાળનો હિસ્સો ઘટીને 5.6% થયો છે.”